રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના પ્રાથમિક સવર્ગની તાલુકા બેઠક પાલિતાણા ખાતે યોજાઇ

343

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાથમિક સંવર્ગ, ભાવનગર ના ઉપક્રમે પાલિતાણા તાલુકામાં શિક્ષકોના પડતર પ્રશ્નો, સંઘની વિચારધારા અને કારોબારીની રચના વિશે મિટિંગનું આયોજન કરવામાં આવેલ. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સૌરાષ્ટ્ર સંભાગના સંગઠનમંત્રી મહેશભાઈ મોરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગની શરૂઆતમાં એક મિનિટનું મૌન પાળી કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા શિક્ષક મિત્રોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ભાવનગર જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ આહીર દ્વારા મહાસંઘ અંગે વિશેષ પરિચય કરાવવામાં આવ્યો ત્યારબાદ મહેશભાઈ મોરી દ્વારા શિક્ષકોના વિવિધ પ્રશ્નો જેવા કે 4200 ગ્રેડ પે, 100 ટકા જિલ્લા ફેરબદલી ,HTAT મિત્રોના આર.આર અને બદલીના નિયમો ઘડવા , HTAT મિત્રોને મૂળ તાલુકામાં પરત નિયુક્તિ આપવી , ખાસ રજા વગેરે મહત્વના મુદ્દાઓ પર મહાસંઘ લડત ચલાવી રહ્યું છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે ભાવિ આંદોલન ની રૂપરેખા નક્કી કરવામાં આવી. શિક્ષકોના પ્રશ્નો નું ઝડપથી નિરાકરણ થાય તે માટે સચોટ આયોજન કરવામાં આવ્યુ.બેઠકના અંતે કેન્દ્રવર્તી મુજબ કારોબારી સભ્યની નિમણૂક કરવામાં આવી.

Previous articleમહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં 37 માંથી 34 ઠરાવોને બહાલી અપાઈ
Next articleધન્‍વન્‍તરી આરોગ્‍ય રથ ને ભાવનગર જિલ્લામા મળી રહેલો બહોળો પ્રતિસાદ