રાણપુરમાં એગ્રોની તમામ દુકાનો ૨૦ તારીખ ને સોમવારથી બપોરે ૨ વાગ્યા સુધીજ ખુલ્લી રહેશે.

827

હાલ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે.સમગ્ર દેશ સહીત ગુજરાતભર માં કોરોના વાયરસના કેસો દિવસે-દિવસે વધી રહ્યા છે.જ્યારે બોટાદ જીલ્લાના રાણપુરમાં પણ હાલ કોરોના વાયરસ ના કેસો પોઝીટીવ આવતા લોકો માં ફફડાટ ફેલાય ગયો છે.કોરોનાના વધતા જતા સંક્રમણને લઈ રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકાના એગ્રો એશોસિએશન દ્રારા મહત્વપુર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.કે રાણપુરમાં એગ્રો ની તમામ દુકાનો તારીખ-૨૦.૭.૨૦૨૦ ને સોમવાર થી દરોજ બપોરના ૨ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે તેમજ રવિવારે આખો દિવસ એગ્રો ની દુકાનો બંધ રાખવાનો રાણપુર એગ્રો એસોશિએસન દ્રારા નિર્ણય કરવામાં આવ્યો છે.

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous article4200 ગ્રેડ પે નો ઓર્ડર કરો…સંજયસિંહ ગોહિલ પ્રમુખ તાલુકા પંચાયત ઘોઘા
Next articleપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાણા ખાતે સગર્ભા મહિલાઓ માટે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો