શહેર નજીક- આવેલ ઐતિહાસિક ઝાંઝરીયા ધામ ખાતે વહેલી સવારથી મોડી રાત સુધી ભાવિક ભકતોએ અવિરત પ્રવાહ વહેતો રહ્યો હતો અત્રે પ૦ હજારથી વધુભ કતોએ મહાપ્રસાદ સાથે ધન્યતા અનુભવી હતી. પ્રતિવર્ષ અહીં દર્શન પુજન, રકતદાન કેમ્પ દંત- નેત્ર યજ્ઞનું સુંદર આયોજન આ વર્ષે પણ અકબંધ રહ્યું હતું. આ ઉપરાતં શહેર મધ્યેના ગોળીબાર હનુમાન મંદિરે પણ દર્શન પુજનનો લ્હાવો ભકતજનોએ લીધો હતો.