ગીર સોમનાથ
શ્રાવણે ગીરસોમનાથ માં સાંબેલાધાર વરસાદ અત્ર તત્ર અને સર્વત પાણી હી પાણી તંત્ર એલર્ટ થયું. ચોમસા ની સીઝનમાં પ્રાચી મધવરાય નું મંદિર ત્રીજી વાર પાણીમાં ગરકાવ થયું.
તાલાળા તાલુકો આખો આજે સંપ્રક વિહોણો બન્યો હતો
વેરાવળ થી તાલાળા, જૂનાગઢ થી તાલાળા, તાલાળા થી ઉના તમાંમ ધોરી માર્ગો બંધ થઇ જતાં તાલાળા તાલુકો સંપર્ક વિહોણો બન્યો હતો. ગીર પંથકમાં અનરાધાર વરસાદ થતાં રાવલ,મચ્છુન્દ્રી, શિંગોડા નદીઓ બની ગાડી તૂર બની હતી.
જંગલ વિસ્તારમાં રાત્રીનાં સમયથી જ અનરાધાર વરસાદ થતાં રાવલ ડેમમાં વ્યાપક પ્રમાણમાં પાણીની થતાં ડેમના ત્રણ દરવાજા 0.60mm ખોલવામાં આવ્યા હતા અને નિચાણવાળા વિસ્તારો ને સાવચેત રહેવા સુચનાઓ આપવામાં આવી હતી.
ત્યારે બીજી ભારે વરસાદ થી તરફ મચ્છુન્દ્રી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું નદીનું પાણી દ્રોણેશ્વર મહાદેવ નાં મંદિર સુધી પહોંચી ગયું હતું અને ક્રોઝવે પર પાણી ફરી વળતાં ગીર ગઢડા ધોકડવા મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાયો હતો અને મચ્છુન્દ્રી નદીના પાણી નાં પ્રવાહ વહેતો હોય ત્યારે કોઈ પણ વાહનચાલક નદી પસાર ન કરે તે માટે ગીર ગઢડા પોલીસ સ્ટેશન નાં પીએસઆઇ અધેરા સાહેબ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હત
શિંગોડા નદીમાં પણ ધોડાપૂર આવ્યું હતું.ગીર પંથકમાં અનરાધાર વરસાદ થવાથી ગીર ગઢડા તથા ઉના તાલુકાના કેટલાક ગામોમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તો અવિરત વરસાદ થી નદી નાળા ધોડાપુર આવતા મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળતાં અનેક ગામો સંપર્ક વિહોણાં પણ બન્યા હતા.
ગિરગઢડા તાલુકામાં આવેલી મચ્છુન્દ્રી નદી બે કાંઠે 24.ગામો સંપ્રક વિહોણા તંત્ર એલર્ટ 24 ગામના લોકોની માંગ દ્રોણેશ્વર પર મોટો પુલ બને જેથી કાયમી ના પ્રશ્ર્નો નો હલ થાય.
રિપોર્ટર : હમીરસિંહ દરબાર ગીર સોમનાથ