જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને ૭૩-૭૪મી વાર અનાજ કીટનું વિતરણ કરાયું

342

૨૦ થી વધુ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અન્નપૂર્ણા યોજના અંતર્ગત ૭૩-૭૪મી વાર અનાજ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. તા.૩૧/૦૮ને સોમવારનાં રોજ અંધ અભ્યુદય મંડળ ભાવનગર દ્વારા અંધ શાળા ખાતે સાંજે ૪ઃ૦૦ કલાકે આર્થિક રીતે પછાત અને જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને સપ્ટેમ્બર અને ઓકટોબર માસ માટે અનાજ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રમુખ લાભુભાઈ સોનાણીનાં અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ સ્થાનેથી સંસ્થાના પ્રમુખ લાભુભાઈ ટી. સોનાણીએ આ વખતની અનાજ કીટ ના દાતાઓ સ્વ. હર્ષદભાઈ પૂનમચંદ દોશી માતુ વિમલાબેન પુનમચંદ વિઠ્ઠલદાસ દોશી (વલ્લભીપુરવાળા) હસ્તેઃ મધુબેન હર્ષદભાઈ દોશી તેમજ ચંદ્રિકાબેન પ્રદીપભાઈ શાહનાં જન્મદિવસ નિમિતે રમણીકલાલ કુંવરજી શાહ હસ્તેઃ મેહુલભાઈ પી. શાહનો આભાર માન્યો હતો. કાર્યક્રમનું સંચાલન હસમુખભાઈ ધોરડાએ કર્યું હતું. પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને પ્રતિમાસ અનાજ કીટ નું વિતરણ કરવામાં આવે છે.

Previous articleભારે વરસાદના કારણે રંઘોળી અને ઘેલો નદીના પાણી રસ્તા પર ફરી વળતા વાહન ચાલકો પરેશાન
Next articleઆજરોજ ભાવનગર યુનિ.ને પરીક્ષા સંદર્ભના બે વિષય માટે આવેદનપત્ર આપવામાં આવ્યું