પશ્ચિમ રેલવેના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ-બીડીયુની રચના ઝોનલ હેડક્વાર્ટર અને ડિવિઝનોમાં કરવામાં આવી છે, જે નવા વિચારો અને પહેલને સમાવિષ્ટ કરીને માલ બજારમાં વ્યવસાયિક સંભાવનામાં સુધારો લાવવા માટે પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે. માલવાહકોને આકર્ષવા માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ સાથે ભાવનગર મંડળે જૈવિક ખાતર મોકલીને બીજી સિદ્ધિ હાંસલ કરી છે.ભાવનગર મંડળના વરિષ્ઠ વાણિજ્ય મેનેજર શ્રી વી.કે. ટેલરના મતે ભાવનગર વિભાગના બીડીયુના જોરદાર પ્રયાસોને કારણે જૂનાગઢથી ઓર્ગેનિક ખાતરનું લોડિંગ શક્ય બન્યું છે. રેલવે બોર્ડની સૂચના મુજબ પશ્ચિમ રેલવે દ્વારા માલવાહકોને આકર્ષિત કરવા માલ અને પાર્સલના પરિવહન માટે રેલવે સાથે જોડાણ કરવા માટે ઘણી નવી પ્રોત્સાહક યોજનાઓ તૈયાર કરવામાં આવી છે, જે પહેલાથી અમલમાં મૂકેલી નૂર પ્રોત્સાહન જેવી યોજનાઓ સિવાય છે.૦૭ સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ ભાવનગર મંડળના જુનાગઢ સ્ટેશનથી ટ્રેનમાં જૈવિક ખાતર રવાના કરાયું હતું. તે એક બે-પોઇન્ટ રેક હતો, જેને વિટરાગ ટ્રેડર્સ દ્વારા કર્પૂરીગ્રામ (૨૭ વેગન) અને સારાય (૧૫ વેગન) સ્ટેશનો માટે બુક કરાવ્યો હતો. આ બે પોઇન્ટ રેક ૨૦૭૦ કિ.મી.નું કુલ અંતર કાપ્યા પછી તેના લક્ષ્ય પર પહોંચશે. આ બે પોઇન્ટ રેક ને કારણે ભાવનગર રેલવે મંડળને રૂપિયા ૫૩..૭૫ લાખની આવક થઈ છે.