ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓને શોધી કાઢવા તેમજ ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રેન્જના તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જે સુચના અન્વયે આર.આર.સેલ, ભાવનગર રેન્જના તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓની તથા નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે નર્મદા જીલ્લો, રાજપીપળા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૧૬૯/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી દીલીપભાઇ શાંતીલાલ અગ્રાવત ઉ.વ.૪૫ ધંધો-ડ્રાઇવીંગ રહેવાસી-મઢાદ ગામ, તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર વાળાને બોટાદ ટાઉન જયોતીગ્રામ સર્કલ પાસેથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સારૂ મજકુર આરોપીને બોટાદ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. જીતેન્દ્રભાઇ મકવાણા તથા જયેશભાઇ ધાધલ તથા પો.કોન્સ. નિતીનભાઇ ખટાણા તથા ડ્રાઇવર હેડકોન્સ. મહેન્દ્રભાઇ ભુવા વિગેરે જોડાયા હતા.