વિશ્વ આરોગ્ય સંસ્થા અને આંતરરાષ્ટ્રીય આપધાત નિવારણ સંસ્થા દ્રારા વર્ષ ૨૦૦૩ થી દરવર્ષે ૧૦ મી સપ્ટેમ્બરના દિવસને વિશ્વ આપઘાત નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ૧૮મો વિશ્વ આપઘાત નિવારણ દિવસ ઉજવવામાં આવનાર છે.
મોટાભાગના કિસ્સામાં એવુ જોવા મળે છે કે, આપઘાતનો પ્રયત્ન કરનાર કે આપઘાત વડે મૂત્યુંને ભેટનાર વ્યક્તિ ખરેખર આપઘાત કરવા ઈચ્છતી નથી હોતી પરંતુ કોઈ પોતાની નિરાશા ઓળખી પોતાના પ્રશ્નોમાં દરમિયાનગીરી કરે તેમ ઈચ્છતી હોય છે. આવા સમયે નો નજીકના સ્નેહીઓ કે મિત્રો મદદરૂપ બને તો આપઘાતના ઘણા કિસ્સાઓ નિવારી શકાય છે. આપઘાતના વિચારો ક્યારે પણ કરવા નહિ, આપઘાત દરેક પ્રયત્નને ગંભીરતાથી લેવો જોઈએ, વ્યક્તિને એકલા ના મુકો, સતત તેની સાથે રહો,
સાયકોલોજીસ્ટ નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ જિલ્લા એન.સી.ડી.એલ. સરકારી હોસ્પિટલ વેરાવળના નમ્રતાબેન મહેતાના જણાવ્યાનુસા વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વિશ્વભરમાં આપઘાતનો પ્રમાણ ઘટાડવા માટે તા. ૧૦ મી સપ્ટેમ્બરને વિશ્વ આપઘાત નિવારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેઓશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આપઘાત કરવા પાછળનો કારણ માનસિક બિમારી, બે રોજગાર, અભ્યાસમાં નિષ્ફળતા, વ્યવસાયમાં નુકશાની સામાજિક કારણો, પારિવારીક સમસ્યા, આર્થિક તંગી સહિતના કારણોથી વ્યક્તિ આપઘાત કરવા પ્રેરાય છે. વર્ષ ૧૯૭૧માં ૪૩.૬૪ વર્ષ ૧૯૯૨માં ૮૦.૧૫, વર્ષ ૨૦૦૦મા ૧૦૮.૫૯ અને વર્ષ ૨૦૧૮માં ૧૩૪.૫૨ ટકા આપઘાતના બનાવો બન્યા હતા. દિનપ્રતિદિન આપઘાતનું પ્રમાણ વધતુ જાય છે તે એક ચિંતાનો વિષય છે.અમુલ્ય માનવ જિંદગી મળ્યા બાદ જીવન કાળ દરમ્યાન અનેક સફળતા નિષ્ફળતા મળવી એ નિત્યક્રમ છે. પરંતુ જીંદગીથી ક્યારેય પણ નાસીપાસ થવું જોઇએ નહી અને કુદરતે આપેલી જીંદગીથી કંટાળી આપઘાતનો વિચાર કયારેય પણ લોકોએ કરવો નહી. મન મક્કમ રાખી ક્યારે પણ આપધાતનો વિચાર કરવો નહિ, નિષ્ફળતા-સફળતા જીવનનો નિત્યક્રમ છે. ગુસ્સો-મુશ્કેલી થોડા સમય માટે હોય તેના પર શાંત મગજથી નિયત્રંણ રાખીયે, માનવ જિંગદીથી દુનિયામાં કોઈ વિશેષ નથી, મનુષ્યને મળેલો અવતાર એ જ સર્વવ્યાપી છે.
જ્યારે કોઇ સ્નેહીજન આપઘાતના વિચારો વ્યક્ત કરે ત્યારે આટલુ કરવું જોઇએ.આપઘાતના દરેક પ્રયત્ન ને ગંભીરતાથી લેવો જોઇએ.
વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેને પ્રતિતિ થવી જોઇએ કે તમને તેની મુશકેલીઓ હલ કરવામાં પુરતો રસ છે.
વ્યક્તિને એકલા ના મુકો. સતત તેની સાથે રહો.
તે કઇ રીતે આત્મહત્યા નો પ્રયત્ન કરવાનુ વિચારે છે તે જાણવાનો પ્રયત્ન કરવો જોઇએ.
તેને ઠપકો આપવાનો, શિખામણ આપવાનો કે ગુસ્સે થવાનો આ યોગ્ય સમય નથી.
તે આત્મહત્યા નહીં કરી શકે, ખાલી ધમકી આપે છે, આત્મહત્યાની વાતો કરવી સહેલી છે પરંતુ વાસ્તવમાં તેનો અમલ અઘરો છે વગેરે કહી તેને પડકારો નહીં.
જો વ્યક્તિ ખાતરી આપે કે તે હવે આત્મહત્યા નહીં કરે અને યોગ્ય સારવાર વિના પરિસ્થિતીનુ નિરાકરણ આવી ગયુ છે તો તેમ માની લેશો નહી.
આપઘાત ના વિચારો કે પ્રયત્ન કરતી વ્યક્તિ આ કૃત્ય માનસિક અસ્વસ્થતા કે બિમારી હેઠળ કરેલ હોય તેવી પુરી સંભાવના છે. આથી આ દરેક વ્યક્તિની મનોચિકિત્સક પાસે પણ તપાસ કરાવવી જરુરી છે. આથી સબંધિત માનસિક રોગની સારવાર કરી શકાય અને વધુ આપઘાતના પ્રયત્નો ટાળી શકાય.
રિપોર્ટર હમીરસિંહ દરબાર ગીર સોમનાથ