સિદસર ગામ સહિત પાંચ ગામોને મહાનગર પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેવામાં સિદસર ગામના લોકો દ્વારા કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કરી ઘેરાવ કરી સિદસર ગ્રામ પંચાયતને પાછી આપવાની માંગ કરી છે.
સિદસર ગામ સહિત પાંચ ગામોને મહાનગર પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે પાંચ ગામો દ્વારા મહાનગર પાલિકામાં સમાવેશ કરવાનાં પ્રશ્ને છાશ-વારે આંદોલન છેડવામાં આવી રહ્યું છે. તેમજ ગ્રામ પંચાયત ને પરત આપવાની માંગ કરી રહ્યા છે. આ આંદોલને આજે વેગ પકડતાં સિદસર ગામનાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કાર્યક્રમ કર્યો હતો. અને ઘેરાવ કર્યો હતો.
સિદસર ગામનાં લોકો દ્વારા સિદસર ગામને ગ્રાંમ પંચાયતને પરત આપવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે ઘેરાવ કર્યો હતો. સિદસર ગામના લોકોએ પોતાનું ગામ ગ્રામ પંચાયતને પરત આપવા માંગ સાથે કલેકટર કચેરી ખાતે ઘેરાવ કરી હલ્લાબોલ કાર્યક્રમ કર્યો હતો. તંદઉપરાંત સિદસર ગામના લોકોએ રેલી અને ઘેરાવ કરવાની કોઈપણ જાતની મંજુરી મેળવી ન હતી. આમ જોવા જઈએ તો સોશ્યિલ ડિસ્ટન્સીંગનો અભાવ પણ જોવા મળ્યો હતો.