તા.૨ ડિસેમ્બરનાં રોજ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વચ્છતા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અથાક પ્રયત્નો કરવામાં આવ્યા છે. પંરતુ શહેરમાં આજે પણ ઠેર ઠેર કચરાનાં ઢગલા જોવા મળી રહ્યા છે જે ખરેખર કરૂણતા કહેવાય.રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવે છે અને સ્વચ્છ શહેરને કલીનસીટીનું વિરૂધ્ધ આપવામાં આવી રહ્યું છે. ભાવનગર શહેરમાં પણ મહાપાલીકા દ્વારા સ્વચ્છતા અંગે કરોડોનો ખર્ચ કરવા ઉપરાંત સ્વચ્છતા જાગૃતિનાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા, શેરી નાટકો, નિબંધ, ચિત્ર સ્પર્ધા,શોર્ટ ફિલ્મોની સ્પર્ધા સહિત દ્વારા લોકોને સ્વચ્છતા અંગે જાગૃતિ કરવામાં આવી રહ્યા છે. પંરતુ શહેરમાં હજુ તેનું સો ટકા પરિણામ મલ્યુ નથી. આજનાં દિવસે પણ અનેક જગ્યાએ કચરાનાં ઢગલા જોવા મળી રહ્યા છે. મહાપાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવે છે છતા કચરો ફેંકવામાં કે સ્વચ્છતા જાળવવામાં લોકોમાં હજુ જાગૃતિ આવતી નથી તે દુઃખદ બાબત કહી શકાય આજે રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે લોકોમાં જાગૃતિ આવે એનો શહેરને સ્વચ્છત બનાવે તો જ ખરા અર્થમાં સ્વચ્છતા દિવસની ઉજવણી સાર્થક થશે.