ભાવનગર ડિવીજનના ગેટમેન મનોજકુમારને રેલ્વે સેફ્ટી માં ઉત્કૃષ્ટ કામગીરી બદલ વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા ઓક્ટોબર મહિનાના “મેન ઓફ દ મંથ” પુરસ્કાર થી સમ્માનિત કરવામાં આવ્યા છે. વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને, વેબિનાર્સ દ્વારા એવાર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર ડિવીજનના મંડળ રેલ પ્રબંધક પ્રતીક ગોસ્વામી દ્વારા ઉપરોક્ત રેલકર્મિ ને એવોર્ડ અર્પણ કરાયો હતો. મનોજ કુમાર તા. ૧૮.૧૦.૨૦૨૦ ના રોજ ફરજ દરમ્યાન તકેદારી અને તત્કાળ કાર્યવાહી દ્વારા એક અણધારી ગંભીર ઘટના ટાળી હતી, જેના માટે તેમને જીએમ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.ભાવનગર ડિવીજનના મંડળ રેલ પ્રબંધક શ્રી પ્રતીક ગોસ્વામી એ અયુબ એ. કુરેશી, પી-મેન / વિજપડી ને ઓક્ટોબર મહિના માટે “મેન ઓફ દ મંથ” પુરસ્કાર થી સમ્માનિત કરવામાં આવ્યા છે. અયુબ એ. કુરેશીએ ૦૩.૧૦.૨૦૨૦ ના રોજ ફરજ દરમ્યાન તકેદારી અને તત્કાળ કાર્યવાહીથી અણધારી ગંભીર ઘટના ટાળી હતી, જેના માટે તેમને ડીઆરએમ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા.ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી અજિતસિંહ ચૌહાણે સંરક્ષા ક્ષેત્રમા ઉત્તમ કામગીરી કરનારા કર્મચારીઓના નામની દરખાસ્ત કરી હતી. માનનિય મંડળ રેલ્વે પ્રબંધકએ કર્મચારીઓને પ્રોત્સાહન આપ્યું હતું અને ભવિષ્યમાં પણ ઉત્તમ કામગીરી કરવાનું ચાલુ રાખવા જણાવ્યું હતું.
આ પ્રસંગે ભાવનગર વિભાગના વરિષ્ઠ સંરક્ષા અધિકારી અજિતસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.