આજ રોજ સવારે ૮ થી ૧૦ ના સમયગાળામાં ન ૦૩ , ગુજરાત એરવિંગ ( એસ . કર્યું . એન . ) એન . સી . સી ભાવનગર દ્વારા વિંગ કમાન્ડર કે.વી. શ્રીનિવાસ સાહેબ કમાન્ડિંગ ઓફીસર ના માર્ગદર્શન અને પ્રેરણા થકી બોર તળાવની સાફ સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો . જેમાં સમગ્ર જુનિયર ડીવીઝન , સીનીયર ડીવીઝનના તમામ ( એ.નો. ) ( સી.ટી.ઓ ) અને સમગ્ર એર વિંગ એન.સી. સી . નો સટાફ જોડાયો હતો . આ સમગ્ર કાર્યક્રમમાં કોરોનાની માર્ગદર્શિકા મુજબ માત્ર ૨૫ ભાઈઓ -બહેનોને એન.સી. સી . કેડેટ્સ ને જ આ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યા હતા . જેઓએ બોર તળાવના કિનારાની આસપાસ પ્લાસ્ટિક , બોટલો , કાગળો વગેરે કચરો ભેગો કરીને ભાવનગર મહાનગર પાલિકાના વાહનમાં વ્યવસ્થિત રીતે નિકાલ થાય તે માટેના પ્રયત્નો કર્યા . કાર્યક્રમની શરૂઆતમાં કમાન્ડિંગ ઓફીસર કે.વી. શ્રીનિવાસ સાહેબે સ્વચ્છતાનું મહત્વ સમજાવતા અનેક ઉત્તમ ઉદાહરણો આપી એન . સી . સી . કેડેટ્સનો ઉત્સાહ વધાર્યો અને સ્વચ્છતા અંગેના ઉત્તમ મૂલ્યો નું નિર્માણ થાય સારી આદતો કાયમ માટે જીવનમાં જળવાઈ રહે તે હેતુ થી અભિનંદન પણ આપ્યા . ઉપરોકત કાર્યક્રમ ની સફળતા માટે માટે ભાવનગર મહાનગર પાલિકાના મેયર શ્રી મનભા મોરી . અને સ્ટેન્ડીગ કમીટીના ચેરમેન યુવરાજસિંહ ગોહીલે પણ સમગ્ર કાર્યકર્મ માટે અભિનંદન પાઠવેલ .