આગામી તા. ૨૫ ડિસેમ્બરના રોજ ખ્રિસ્તીઓનો તહેવાર ક્રિસમસ (નાતાલ) પર્વની ઉજવણી થનાર હોય. બજારમાં સાંન્તાક્લોઝના વસ્ત્રો તેમજ ટોપી અને ક્રિસમસ ટ્રી સહિતનું વેચાણ થઇ રહ્યું છે. બાળકોમાં પ્રિય એવા સાંન્તાક્લોઝના વસ્ત્રો અને ટોપી ખરીદાતા લોકો નજરે ચડી ગયા છે. જો કે, આ વર્ષે કોરોના મહામારીને કારણે જાહેરમાં ુઉજવણી પર તંત્ર દ્વારા રોક લગાવી છે.