તળાજા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના પ્રસિધ્ધ યાત્રાધામ ભગુડા મોગલધામ ખાતે ભાવનગર ના એએસપી સફીન હસન સાજે આરતી ઉતારી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી પ્રથમ વાર યુવા અને ઝાંબાજ એસપી ભગુડા મોગલધામ મંદીરે દર્શન કરવા પધાર્યા હતા સાથે બગદાણા પોલીસ સ્ટેશન ના પીએસઆઈ મકવાણા સાહેબ અને સ્ટાફ સાથે રહી દર્શન અને આરતી નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી મંદિર મા ટ્રસ્ટી દ્વારા સેનેટાઈઝિગ કરાયું હતું એએસપી સાહેબે આરતી પણ ઉતારી હતી અને સાદગીથી આરતી નો લાભ લીધો હતો માથુ ટેકવી આશિર્વાદ લીધા હતા મંદિર ના ટ્રસ્ટી માયાભાઈ અને ટ્રસ્ટી દ્વારા શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું એએસપી એ રુબરુ મુલાકાતમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર મા અનેક પ્રસિદ્ધ યાત્રાધામ આવેલ છે દર્શન કરવા ની ઇચ્છા વ્યક્ત કરી હતી અને ખાસ કરીને ભાવનગર જિલ્લામાં પ્રસિદ્ધ યાત્રાધામ મા આસ્થા ધરાવે છે અને દર્શન કરવા ની ઇચ્છા વ્યક્ત કરી હતી ભાવનગર આવ્યા ત્યારથી પ્રસિદ્ધ યાત્રાધામ ભગુડા મોગલધામ મા દર્શન કરવાની ઇચ્છા હતી આજે પુરી થઇ શાંતિ થી મોગલધામ મા દર્શન કરી ધન્યતા અનુભવું છું અને મદિર ની સુંદર વ્યવસ્થા નિહાળી ટ્રસ્ટી ગણ ને અભિનંદન પાઠવ્યા હતા મંદિર મા છા પાણીની પ્રસાદી નો લાભ લીધો હતો અને બગદાણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ મકવાણા સાહેબ અને સ્ટાફ ની પણ સરાહના કરી હતી અને જણાવ્યું હતું કે મોંગલ માતાજીના મંદિર મા ખુખ આસ્થા ધરાવે છે સાંજની આરતી ઉતારી લાભ લેતા યાત્રાળુઓમા ઉત્સાહ બેવડાયો હતો