રાષ્ટ્રીય અસ્મિતા તેમજ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવામાં રાષ્ટ્રીય વિચારના ઉદઘોષક એવા પાંચજન્ય અને ઓર્ગેનાઇઝર સાપ્તાહિક-પત્રિકાની ભૂમિકા ખૂબ જ અગત્યની રહી છે, તેમ આજે ગાંધીનગર ખાતે ‘પાંચજન્ય-ઓર્ગેનાઇઝર’ રાષ્ટ્રીય વિચારોની યાત્રા’ વિષયક બે દિવસીય વિચાર ગોષ્ઠીના સમાપન સત્રમાં રાજ્યપાલે જણાવ્યું હતું.
કોહલીએ ‘પાંચજન્ય’ હિન્દી સાપ્તાહિક અને ‘ઓર્ગેનાઇઝર’ અંગ્રેજી સાપ્તાહિકની ૭૦ વર્ષની દિર્ઘયાત્રા માટે શુભેચ્છા આપતાં કહ્યું હતું કે, આ પત્રિકાઓના રાષ્ટ્રીયતા અને સ્વદેશીના સ્થાયી ભાવે ગમે તેવી પ્રતિકુળ પરિસ્થિતિમાં તેમને શક્તિ આપી છે. આ પંચજન્ય પત્રિકાના સંપાદક તરીકે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેઇ જેવા અનેક નિષ્ઠાવાન મહાનુભાવો રહ્યા છે. આ પત્રિકાઓના સંપાદન માટે વૈચારિક નિષ્ઠા ખૂબ જ જરૂરી છે. સ્વદેશી અથવા વિદેશીના સંઘર્ષ વચ્ચે આ પત્રિકાઓએ સમગ્ર દેશમાં સ્વદેશી વિચારોને વધુ સુદ્રઢ બનાવ્યા છે. આજે ૭૦ વર્ષ બાદ પણ આ પત્રિકાઓની વિશ્વસનીયતા અકબંધ છે. આઝાદી બાદ અનેક વિચાર ધારાઓ સામે આ પત્રિકાઓએ લડત આપી છે. આ માત્ર પત્રિકા નથી પણ એક ચળવળ છે, એક મિશન સાથે રાષ્ટ્રને જોડવાનું કામ કરે છે, તેમ પણ શ્રી કોહલીએ આ પ્રસંગે ઉમેર્યું હતું.
નીતિનભાઇ પટેલે પાંચજન્ય અને ઓર્ગેનાઇઝરના ૭૦ વર્ષ નિમિત્ત અભિનંદન આપતાં કહ્યું હતું કે, રાષ્ટ્રીયતાના વિચારો દેશના લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય આ બન્ને પત્રિકાઓ એ કર્યું છે. એટલા માટે તેનું વાંચન જરૂરી છે. ‘આઝાદી પહેલા થી શરૂ થયેલા આ પત્રોમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી બાજપાઇએ સંપાદક તરીકે કાર્ય કર્યું છે. એટલે જ માનવહિત-કલ્યાણના વિચારોનો આ પત્રો થકી પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતી ભાષામાં રાષ્ટ્રીય વિચારોના પ્રદાનમાં ‘સાધના’ સાપ્તાહિકની ભૂમિકા અગત્યની રહી છે.
Home Uncategorized ‘પાંચજન્ય-ઓર્ગેનાઇઝર : રાષ્ટ્રીય વિચારોની યાત્રા’ વિષયક બે દિવસીય વિચાર ગોષ્ઠી સંપન્ન