અભિનેત્રી પ્રાચી દેસાઈ વ્હીલચેર પર જોવા મળી

640

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ,તા.૧૮
એકતા કપૂરની ટીવી સીરિયલ કસમ સેથી ઓળખાતી અભિનેત્રી પ્રાચી દેસાઈ આજકાલ મોટી અને નાની બંને સ્ક્રીન દૂર છે. શનિવારે પ્રાચીને મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. તે એરપોર્ટની અંદર જતા વ્હીલચેરમાં જોવા મળી હતી. પ્રાચીને આ રીતે જોઈને બધાને આશ્ચર્ય થયું. ઈન્ટરનેટ પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો મુંબઈ એરપોર્ટ પરનો છે. જેમાં જોઈ શકાય છે કે તેના પગમાં પાટો બાંધ્યો છે અને તે વ્હીલ ચેર પર બેઠેલી જોવા મળી રહી છે. પણ જ્યારે તેણે કેમેરા સામે જોયું તો લોકોનું દિલ જીતી લીધું હતું અને સરસ સ્માઈલ આપી હતી. પ્રાચી દેસાઈએ પગમાં ઈજા થઈ છે જેના કારણે તેને ચાલવામાં મુશ્કેલી થઈ રહી છે. એવામાં અભિનેત્રીએ વ્હીલ ચેરનો સહારો લીધો હતો. બ્લેક આઉટફિટ્‌સમાં પ્રાચી આ દરમિયાન ખૂબ જ સુંદર લાગી રહી હતી. પ્રાચીએ પગમાં શું લાગ્યું છે અને કેવી રીતે લાગ્યું એનું કોઈ કારણ નથી જણાવ્યું. જો કે વીડિયો વાયરલ થયાં બાદ પ્રાચીની હાલત જોઈ ફેન્સ તેના સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યા છે. ટીવીથી લઈને બોલિવૂડ સુધી ઓળખ બનાવનારી અભિનેત્રી પ્રાચી દેસાઈ ઘણા લાંબા સમયથી મોટા પડદા પરથી ગુમ છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર તે ત્યાં ફોટો વિડીયો પોસ્ટ કરતી રહે છે. તમને જણાવી દઈએ કે છેલ્લી વખત ફિલ્મ ’રોક ઓન ૨’ માં સાક્ષીની ભૂમિકામાં જોવા મળી હતી. વર્ષ ૨૦૧૭ માં તેમની પાસે એક શોર્ટ ફિલ્મ પણ હતી જેનું નામ કાર્બન હતું. આ સિવાય તે ૨૦૨૧માં ’કોશા’ નામની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન કામ ચાલી રહ્યું છે.
તાજેતરમાં પ્રાચી દેસાઈએ તેની બીજી નવી ફિલ્મની ઘોષણા કરી છે. આ ફિલ્મનું નામ સાયલન્સ છે.

Previous articleભાવનગર શહેર કોંગ્રેસ ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટ દ્વારા જુદા જુદા પ્રશ્ન સંમેલન બાદ કલેકટરને આવેદનપત્ર અપાયુ
Next articleરોહિત શર્માએ સ્ટીવ સ્મિથની સામે ઉતારી તેની નકલ, વીડિયો થયો વાયરલ