દલિતોએ પરાણે બંધ કરાવતા રાણપુરે સજજડ બંધ પાળ્યો

791
guj432018-10.jpg

સુપ્રિમ કોર્ટ દ્રારા દલિત સુરક્ષા કાયદામા ફેરફાર કરવાના વિરોધમાં આજે વિવિધ દલિત સંગઠનો દ્રારા ભારત બંધના  એલાનને પગલે બોટાદ જીલ્લાના રાણપુરમાં બંધનુ એલાન આપવામા આવ્યુ હતું. ત્યારે સવારે બંધની કોઈ અસર જોવા મળતી નોતી ત્યારે દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈને રાણપુરની બજારોમા વહેપારીઓને પરાણે બંધ કરાવતા બે વખત બંધ કરાવવા આવતા છેવટે વહેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી દીધી હતી અમુક વિસ્તારોમાં દુકાનો ખુલ્લી હોય દલિત સમાજના લોકો દ્રારા બળજબરી કરી રાણપુરની બજારો બંધ કરાવી હતી. અને મોટી સંખ્યામાં દલિત સમાજના લોકોએ રાણપુરની બજારો બંધ કરાવી હતી ત્યારે છેવટે રાણપુર સજ્જડ બંધ રહ્યુ હતું.

Previous article દામનગરમાં ક્રિકેટ ટુનાર્મેન્ટનું ઉદ્દઘાટન
Next articleહેલ્થ વર્કરોને કાયમી નિમણુંક આપવા કલેકટરને રજુઆત