ન. પ્રા. શિક્ષણ સમિતિ, આયોજિત અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગરના સૌજન્યથી શિક્ષકો માટે મૈત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ

312

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર દ્વારા આયોજિત અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર શહેરના સૌજન્યથી ભારત સરકારના ફીટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોમાં શારીરિક ફિટનેસ જળવાઈ રહે તેમજ શહેરની વિવિધ શાળાઓના શિક્ષકો વચ્ચે ખેલદિલીની ભાવના સાથે શૈક્ષણિક વિચારોનું આદાન-પ્રદાન થઈ શકે તેવા શુભ આશયથી વોલીબોલ ટુર્નામેન્ટ બાદ આ મૈત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ ટુર્નામેન્ટમાં ડો.અબ્દુલ કલામ ટીમ ચેમ્પિયન બની અને ચંદ્રશેખર આઝાદ ટીમ રનર્સ અપ બની હતી.વિશાલભાઈ દવેને મેન ઓફ ધ સિરીઝ,રાજુભાઈ ડાંગર ને બેસ્ટ બેટ્‌સમેન,હિતેષભાઈ મકવાણાને બેસ્ટ બોલર તરીકે ની ટ્રોફીઓ આપવામાં આવી હતી.દરેક મેચ ના મેન ઓફ ધ મેચ ખેલાડીઓને પણ ટ્રોફીઓ આપવામાં આવી હતી.ટુર્નામેન્ટ ની આયોજન સમિતિ ના ૧૦ સભ્યો તેમજ અમ્પાયર, સ્કોરર ને પણ મોમેન્ટો અને પ્રતિભા પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.શાળા નં.૧૫ ની વિદ્યાર્થીની વાઢેર છાયા કે જેણે રાજ્ય કક્ષાની ૬ થી ૧૪ વર્ષની વય જૂથમાં પ્રથમ નંબર મેળવી ૨૫૦૦૦ નું ઈનામ મેળવ્યું હતું તેને પણ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવી હતી.તેમજ બે દિવસ નાસ્તો,બે દિવસનું મેદાનનું ભાડું અને અન્ય ખર્ચ તેમજ તમામ ટ્રોફીઓનો ખર્ચ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તરફથી આપવામાં આવ્યો હતો.દરેક ટીમના ખેલાડીઓને ધર્મેન્દ્રભાઈ દ્વિવેદીના સહયોગથી ટી શર્ટ આપવામાં આવ્યાં હતા.
આ ટુર્નામેન્ટને સફળ બનાવવા ન.પ્રા.શિ.સમિતિના ચેરમેનશ્રી નિલેષભાઈ રાવલ અને ડે.ચેરમેન મહેન્દ્રસિંહ ગોહિલ ના માર્ગદર્શન હેઠળ તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર શહેરના અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર સંભાગના સંગઠન મંત્રી શ્રી મહેશભાઈ મોરી અને કારોબારીના તમામ સભ્યો અને કાર્યકર્તાઓના આર્થિક સહયોગથી સંચાલક સમિતિના ૧૨ જેટલા શિક્ષકો જહેમત ઉઠાવી હતી.
આ ટુર્નામેન્ટમાં ટ્રોફી વિતરણ કાર્યક્રમમાં ચેરમેન નિલેશભાઈ રાવલ,ડે.ચેરમેન મહેન્દ્રસિંહ ગોહિલ,પૂર્વ મેયરશ્રી મનભા મોરી,પૂર્વ ડે.મેયરશ્રી અશોકભાઈ બારૈયા પૂર્વ સ્ટેન્ડિગ ચેરમેન શ્રી યુવરાજસિંહ ગોહિલ,શહેર ભાજપ ના ઉપપ્રમુખઓ ધર્મેન્દ્રભાઈ મહેતા, હરેશભાઈ મકવાણા,રઘુભા ગોહિલ, પ્રવિણભાઇ ચાવડા,ભગવાનભાઈ સાટીયા, પૂર્વ ન.પ્રા.શિ. સમિતિના ચેરમેન રામદેવસિહ ગોહિલ, પૂર્વ ડે.ચેરમેન વિજયભાઈ લોલિયાણા, પૂર્વ સભ્ય ભરતભાઈ મોણપરા તેમજ ન.પ્રા.શિ સમિતિ ભાવનગર ના સદસ્યશ્રીઓ રસિકભાઈ સિધ્ધપુરા, જસુભાઈ ગાંધી,હિરાબેન વિંઝુડા, જાગૃતિબેન રાવલ સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-માધ્યમિક, ગુજરાતના મંત્રી તરૂણભાઈ વ્યાસ, શાસનાધિકારી યોગેશભાઈ ભટ્ટ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર શહેરના અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર સંભાગના સંગઠન મંત્રી મહેશભાઈ મોરી, મહામંત્રી હરેશભાઈ રાજ્યગુરુ, કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleકુંભારવાડા છેલ્લા ઘણા દિવસોથી દુષીત પાણી મળતા મહિલાઓનો ભારે આક્રોશ
Next articleનિવૃત્ત નાયબ મામલતદાર પાસેથી ૩૦ કરોડની અપ્રમાણસર મિલકત મળી આવતા ખળભળાટ