માજી સૈનિક સંગઠન દ્વારા ૧૪ મુદ્દાઓના નિરાકરણ માટે આવેદન પત્ર પાઠવાયું

309

ગુજરાત માજી સૈનિક સંગઠન અને વિર નારીઓને લગતા ૧૪ જેટલા પ્રશ્નોને લઇ માજી સૈનિક સંગઠન દ્વારા, જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆતો કરી હતી.
ગુજરાત માજી સૈનિક અને વિરનારીઓનાં ૧૪ મુદ્દાઓને આવરી લઇ નિરાકરણ કરવા ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા વારંવાર પત્રો લખી રજૂઆતો કરવામાં આવી હતી, અને સરકાર દ્વારા નિરાકરણ કરવાનાં આશ્વાસનો પણ આપવામાં આવ્યા હતા. પરંતુ આદ દિન સુધી કોઇ પણ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ત્યાં આ વાતને એક વર્ષ જેટલો સમય વિતી ગયો હોવા છતાં આજદીન સુધી એક પણ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું ન હોય સૈનિક સંગઠન દ્વારા ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માજી સૈનિક સંગઠનનાં સભ્યો જોડાયા હતા.

Previous articleચુંટણી લડવા ઈચ્છુક કાર્યકરોને ભાજપ દ્વારા આજથી ફોર્મ વિતરણ
Next articleસ્ટેશન માસ્તરોની ભુખ હડતાળ