મુંબઈ પર થયેલા આતંકી હુમલામાં સંડોવાયેલા આતંકીવાદી સૌરાષ્ટ્રના દરિયાઈ માર્ગથી આવ્યા હોવાનુ ખુલ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે. સુરક્ષા તંત્ર દ્વારા સાગર સુરક્ષા કવચ યોજાઈ રહ્યું છે. હાલમાં પણ તળાજા સહિતના અલગ, ઘોઘા, દાઠા સહિતના પોલીસ મથકો નીચે આવતા દરિયા કિનારામાં કોઈ અજાણી બોટ દેખાઈ તો પોલીસને તાકીદે જાણ કરવા જણાવાયુ છે. દરિયાની અંદર થતી હિલચાલ માટે માછીમારી સહિત દરિયો ખેડતા દરિયા ખેડુઓનો સહકાર દેશની સુરક્ષા માટે જરૃરી હોય જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોરએ તળાજા ના સરતાનપર( બંદર )ની મુલાકત લીધી હતી. દરિયા કિનારે વસતા લોકોઅને દરિયો ખેડતા જન સમૂહ સાથે ચર્ચા કરીને દરિયાની અંદર કોઈ અજાણ્યા વ્યક્તિ, અજાણી બોટ,કોઈપણ વ્યક્તિ ની શંકા પડે તેવી હિલચાલની પોલીસને જાણ કરવા અપીલ કરી હતી.