કૃષિ બિલના વિરોધમાં દિલ્લી ખાતે થઇ રહેલ આંદોલનને સમર્થન આપી આગામી ૨૬મી જાન્યુઆરીએ ભાવનગર શહેર-તાલુકાના ખેડૂતો પણ શહેરમાં તિરંગા સાથે ટ્રેક્ટર રેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ભાવનગર શહેર આજુબાજુના તમામ ખેડૂત આ રેલીમાં જોડાશે અને દરેક તાલુકા જિલ્લામાં આ રેલીની આયોજન કરેલ છે. દિલ્હીમાં કૃષિ બીલ વિરૂધ્ધ ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. સમાધાનની તમામ વાટાઘાટો નિષ્ફળ રહી છે. આગામી તા.૨૬મી જાન્યુઆરી તિરંગા સાથેની ટ્રેક્ટર રેલી દિલ્હીમાં નીકળવાની છે. તેના સમર્થનમાં ભાવનગર જિલ્લાના ખેડૂતો દ્વારા એક ટ્રેક્ટર રેલીનું આયોજન કરેલ છે.રેલીમાં આસરે ૭૫ ટ્રેક્ટર ટ્રોલી તથા બીજા ૭૦ અન્ય વાહનો સ્વૈચ્છીક ખેડૂતો જોડાવવાના છે. જિલ્લા ભરમા તેના સમર્થનમાં કાર્યક્રમો યોજવાના છે. તેમ આ રેલીનું આયોજન ખેડૂત આગેવાનન પ્રતાપભાઇ પટેલ, લલ્લુભાઇ બેલડીયા, વિરજીભાઇ જસાણી વગેરે ખેડત આગેવાનોની આગેવાની હેઠળ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
૨૬મી જાન્યુઆરી ભાવનગરના સિદસર ગામેથી આ રેલીનું પ્રસ્થાન થશે અને કાળીયાબીડ, વાઘાવાડી, કલેક્ટર કચેરી, ઘોઘાગેઇટ, એમજી રોડ, ખારગેઇટ, હલુરીયા, દિવાનપરા, નવાપરા, જશોનાથ, પાનવાડી, નિલમબાગ, ગઢેચી વડલા સુધી આ રેલી યોજાશે.સરકાર ખેડૂત વિરોધી છે. સરકારે ત્રણ કૃષિ કાયદા બીલ પાસ કરી ખેડૂતોના પગ તળીયેથી ધરતી ખેંચી લીધેલ છે. ખેડૂતો આ બીલના વિરોધમાં ખેડૂત ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવેલ છે.