ભાવનગર ખોજા ઈશના અશરી જમાતના અગ્રેસર બોર્ડની ચુંટણી યોજાઈ

392

ભાવનગર ખોના શિયા ઇશ્ના અશરી જમાત નાં અગ્રેસર બોર્ડની ચુંટણી આજેતા. ૩૧/૧/૨૦૨૧ ને રવિવારે જનાબ સૈયદા હોલ, આંબાચોક, ખોજાવાડ, ભાવનગર ખાતે યોજવામાં આવી હતી.આ ચૂંટણીમાં મહમદ ટાટા એ પણ ઝુકાવ્યું છે આ અગ્રેસર બોર્ડમાં ૭ સભ્યો ચૂંટાયને આવે છે. કુલ મતદારો ૨૦૮૩ છે. જેમાંઆજે બપોરે ૨ કલાકે મતદાન પુરૂ થતા કુલ ૧,૪૩૦ જેટલા મતદારોએ પોતાના મતાધિકારનોઉપયોગ કર્યો હતો. આ ચૂંટણીમાં ભારે રસાકસી જેવા મળી હતી. ભાવનગર શહેર કક્ષાના ખોજા સમાજ ના સભ્યોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. આજે મુખ્ય સાત – સાત સભ્યોનીબે પેનલો વચ્ચે ચુંટણી જંગ જમ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર શીયા ઇશ્ના અશરી જમાતના અગ્રેસર બોર્ડદ્રારા ભાવનગરમાં આવેલી ખોજા સમાજની મસ્જીદોનો વહિવટ, કબ્રસ્તાનનો વહિવટ,હાઉસીંગ સોસાયટીનો વહિવટ અને સમાજના આર્થિક રીતે ગરીબ અને મધ્યમવર્ગના લોકોનેસહાયરૂપ થવાનું કાર્ય અગ્રેસર બોર્ડ દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવનગર શહેરમાં પણ ખોજા સમાજ દ્વારા તમામ સારા કામોમાં સાથ અને સહકાર આપવામાં આવે છે.અને શહેરમાં સરાહનીય કામગીરી સમાજ દ્વારા કરવામાં આવે છે.
આજે યોજાયેલી ચૂંટણીમાં પેનલમાં (૧) હાજીસલીમભાઇ વરતેજી (૨) મુન્નાભાઈ વરતેજી (૩) હાજુઅલીનકીભાઇ મેઘાણી (૪) હાજમુરતુઝાભાઇ શેઠ (૫) અલીરનાભાઇઅલવાણી (૬) અબ્બાસસર વસાયા (૭) મહંમદ ટાટા સહિતના સાત સભ્યોની પેનલસામે (૧) હાજઅબ્બાસઅલી દાતારી (૨) આબિદઅલી રવજાણી (૩) હાજ્ગુલામઅબ્બાસબહાદરઅલી ભીમાણી (૪) હાજુગ્‌લામ અબ્બાસ શબ્બીરઅલી ભીમાણી (૫) હાજીમહંમદ અબ્બાસભીમાણી (૬) સાદીકઅલી સુંદરાણી (૭) અબ્બાસઅલી ગોવાણી સહિતના સાત સભ્યોનીપેનલ હતી. આ બંત્રે પેનલો વચ્ચે સારો ચુંટણી જગ જામ્યો હતો. મોડી સાંજે મત ગણતરીહાથ ધરવામાં આવશે અને ચૂંટણી પરિણામ જાહેર થશે .

Previous articleજિલ્લા વિકાસ અધિકારીના હસ્તે બાળકોને રસી પીવડાવી પોલીયો રસીકરણ અભિયાનનો શુભારંભ કરાયો
Next articleરામમંદીર નિર્માણ નિધિમાં સાળંગપુરથી વડતાલવાસી સ્વામિનારાયણ સંપ્રદાયે ૧ કરોડ ૧ લાખ અર્પણ કર્યા