સુપ્રીમકોર્ટ દ્વારા એટ્રોસીટીના કાયદામાં સુધારો કરાતાં તેના વિરોધમાં દલીત સમાજ દ્વારા ભારતબંધનું આજરોજ એલાન આપ્યું હતું. જેના પગલે ભાવનગર શહેર જીલ્લાનાં દલીત સમાજના લોકો એકટા થયા હતા અને શહેરની મુખ્ય બજારો આંબાચોક, સોનીબજાર સહિતના વિસ્તારો જઈ બેફામ સુત્રોચ્ચાર કરી છુટ્યા પથ્થરોનાં ઘા કર્યા હતા અને તોડફોડ કરી હતી. જેમાં ભાવનગર મહાપાલીકા સંચાલીત બંસી ટ્રાવેલ્સની સીટી બસો ગંગાજળીયા તળાવના બસસ્ટોપમાં પાર્કીંગમાં હતી જ્યાં સવારના ૧૦-૩૦ વાગે દલીત સમાજનું આશરે ૨૦૦ થી ૨૫૦ લોકોનું ટોળુ લાકડી, ધોકા, લોખંડના પાઈપ જેવા હથીયારો ધારણ કરી ઘસી આવ્યું હતું. અને છુટ્ટા પથ્થરોના ઘા કરી ટ્રાવેલ્સની ૬ જેટલી સીટી બસોનાં કાચ ફોડ્યા હતાં અને આશરે ૨થી અઢી લાખનું નુકશાન કર્યુ હતું. બનાવ અંગે સીટી બસ એવાના મેનેજર હસમુખભાઈ જુવાનસંગ ડોડીયા રે. વિઠ્ઠલવાડીવાળાએ ગંગાજળીયા પોલીસ મથકમાં દલીત સમાજનાં ૨૦૦ જેટલા લોકોના ટોળા વિરૂદ્ધ ફરીયાદ આપતા પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાંનો ભંગ કર્યો સહિતની વિવિધ કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દલિત સમાજના ટોળાએ બસોના કાચ ફોડતા સીટીમાં બસ સેવા ખોરવાઈ જવા પામી હતી. જેના લીધે આમ પબ્લીકને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી શહેરભરમાં ટોળાએ બેફામ રીતે તોડફોડ અને નુકશાની કરી હતી. પરંતુ પોલીસતંત્ર મુખપ્રેક્ષક બની તમામ દ્રશ્યો નીહળી રહી હતી જે બાબતે ઉચ્ચ અધિકારીઓનો આદેશ ન હોવાનું જણાવ્યું હતું. આજરોજ દલિત સમાજ હિંસા પર ઉતરી આવે શહેરની આમ પબ્લક અને તંત્રને બાનમાં લીધુ હતું.