રેગિંગની ઓનલાઈન ફરિયાદ હવે ગુજરાતીમાં પણ કરી શકાશે

1012
guj432018-12.jpg

દેશભરની કોલેજોમાં રેગિંગની ઘટનાઓ બનતી હોય છે તેને ધ્યાનમાં રાખીને સરકારે એન્ટિ રેગિંગ પોર્ટલ તેમજ મોબાઈલ એપ શરૂ કરી છે, જેમાં દેશભરની સ્કૂલ-કોલેજો, યુનિવર્સિટી, પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં થતી રેગિંગની ફરિયાદ વિદ્યાર્થીએ ઓનલાઇન કરવી. ત્યારબાદ તે ઘટનાની તાત્કાલિક કાર્યવાહી કરવા હેલ્પ લાઈન સરકાર દ્વારા શરૂઆત કરાઇ છે. હાલમાં આ એન્ટિ રેગિંગ હેલ્પલાઇન પોર્ટલ ૧૦ પ્રાદેશિક ભાષામાં હેલ્પ લાઇન સેવા ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં ગુજરાતી સહિત અન્ય ભાષાનો સમાવેશ કરવામાં આવશે. શાળા-કોલેજોમાં રેગિંગ થવાના કારણે વિદ્યાર્થીના ભણતર પર તેની આડઅસર જોવા મળતી હોય છે. રેગિંગના કારણે વિદ્યાર્થીઓ ડિપ્રેશનનો શિકાર થયા હોવાના કિસ્સા બહાર આવ્યા છે. રેગિંગના કિસ્સાની એક જ જગ્યાએ નોંધ લઇને યોગ્ય કાર્યવાહી કરી શકાય તે ઉદ્દેશ્યથી સરકાર દ્વારા એન્ટિ રેગિંગ હેલ્પલાઇન શરૂ કરાઇ છે, જેમાં રેગિંગનો શિકાર થયેલ વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦૧૮૦પપરર પર ફોન કરીને તેમની ફરિયાદ નોંધાવી શકે છે.
કોઈ પણ વિદ્યાર્થીએ રેગિંગની ફરિયાદ કરવા માટે સૌથી પહેલાં પોતાની સંસ્થાના હેડને ફોન કરવો અથવા રૂબરૂ મુલાકાત કરવી અથવા સંસ્થાના અન્ય શિક્ષકોની પણ મદદ લઇ શકાય છે કાં તો વિદ્યાર્થી બનેલી ઘટના લખીને આપે તો વધુ સારી કાર્યવાહી થશે અથવા અહીં ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી તો યુજીસીની એન્ટિ રેગિંગ સેલની ઇ-મેઇલ આઈડી  [email protected] મેઇલ કે પછી હેલ્પલાઇન નંબર અથવા ૧પપરરર પર ફોન કરીને ફરિયાદ કરવી, જેથી ૩૦ મિનિટમાં જ કાર્યવાહી શરૂ થઇ જશે.

Previous articleસિંહના શંકાસ્પદ મોત મામલે તપાસ ઠેરની ઠેર
Next articleજમીન સંપાદન વિવાદ મામલો દિવસ-૨, ખેડુતોની લડાઈમાં ગુજરાત કોંગ્રેસે પણ સુર પુરાવ્યો