જોગર્સ પાર્ક ખાતે સાફ સફાઈ કરી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થતા રાજ્યપાલ

275

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ભાવનગર જિલ્લાની બે દિવસીય મુલાકાતે છે ત્યારે મુલાકાતના પ્રથમ દિવસે રાજ્યપાલએ અલંગની મુલાકાત લીધા બાદ વાઘાવાડી રોડ પર આવેલ જોગર્સ પાર્ક ખાતે સાફ સફાઈ કરી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા હતા. રાજ્યપાલ સાથે સાફ સફાઈ દરમ્યાન તેમના ધર્મપત્નિ પણ જોડાયા હતા. રાજ્યપાલએ આ તકે સૌને સ્વચ્છતાનો આગ્રહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સ્વચ્છતા થકી સમગ્ર દેશ સ્વસ્થ અને પવિત્ર બનશે. રાજ્યપાલએ દરેક નાગરિકોને સ્વચ્છતાની સાથે સાથે વ્યસનમુક્ત થવા, પાણીનો બચાવ કરવા, પર્યાવરણની જાળવણી કરવા તેમજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા પણ અનુરોધ કર્યો હતો. રાજ્યપાલએ ભાવનગર જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ૧૫ થી વધુ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો તેમજ તેમના દ્વારા ઉત્પાદિત થતા પ્રાકૃતિક ફળો, શાકભાજી, ધાન્ય પાકો વગેરે રસપૂર્વક નિહાળ્યા હતા અને તેમને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા.
ત્યારબાદ રાજ્યપાલ ભાવનગરની વાઘાવાડી રોડ સ્થિત એચ.ડી.એફ.સી.બેન્કથી સંત કંવરરામ ચોક થઈ માધવ દર્શન ચોક સુધીનું આશરે દોઢ કિલોમીટર જેટલું અંતર પગપાળા ચાલ્યા હતા અને માર્ગમાં આવતા વેપારીઓ તથા નાગરિકોની સાથે મુલાકાત કરી તેમની સાથે સંવાદ કર્યો હતો તેમજ તેમના ખબર અંતર પૂછ્યા હતા.

Previous articleરાજ્યપાલ અલંગ શિપયાર્ડની મુલાકાત લઈ શીપ રિસાયકલિંગ ઉદ્યોગ વિશે તલસ્પર્શી માહિતી મેળવી
Next articleકુ.સાક્ષી જોશીને ૨૦૨૦-૨૧ ગુજરાત એરવિંગ માટે એસ.એ.તિવારીએ રોકડ પુરસ્કાર એનાયત કર્યો