નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કરચલીયા પરા વાલ્કેટગેટ વિસ્તારની ભૂતા, રૂગનાથ શાળા નં.૧૧-૧૨નાં બિલ્ડીંગનો દરવાજો છેલ્લા ચારેક માસથી તુટી ગયો હતો આ શાળામાં ૧૩૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય દરવાજો તુટેલો હોવાનાં કારણે શાળામાં રાત્રીનાં અસામાજીક પ્રવૃત્તિઓ થતી હોવાની વારંવાર ફરિયાદો ઉઠવા છતા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ ન હતી.
શિક્ષકો દ્વારા અને સભ્યો દ્વારા પણ આ અંગે લેખન રજુઆતો કરી રીપેરીંગની માંગ ઉઠાવેલી.
શિક્ષણ સમિતિનાં સભ્ય કલ્પેશ મણીયારે આ પ્રશ્ન અંગે લોકસંસારને જણાવતા તેનાં તસ્વીર સાથેનાં સમાચાર તા.૨૯ માર્ચનાં રોજ પ્રસિધ્ધ કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને ચાર દિવસની રજાઓ બાદ સત્વરે કામગીરી હાથ ધરવામાં આવેલ અને આજે શાળાનાં દરવાજા રીપેર થઈ જવા પામ્યા છે.