રાજુલા તાલુકાના ભેરાઈ, ભચાદર, વડ, છતડીયા, કડીયાળી જેવા ગામો સાંકડા નાળા બેઠા પુલોના કારણે ચોમાસા દરમ્યાન વીખુટા તાત્કાલિક પુલો, બેઠા કોઝવે ઉચા લેવા તાલુકા સદસ્યની માંગણી છે.
રાજુલા તાલુકાના ભેરાઈ થી ભચાદર, ભચાદર થી વડ, વડ થી છતડીયા અને ભચાદર થી કડીયાળી ગામો સાંકડા પુલો, બેઠા કોઝવેના કારણે પાંચ ગામો ચોમાસા દરમ્યાન રાજુલા, મહુવા કે જાફરાબાદ તરફ જવા આવવાનો એક પણ રસ્તો પાણીના હિસાબે બંધ થઈ જાય છે. તેમાંય ઈમરજન્સી ૧૦૮ જેવા કેસો માટે સરકારી કે પ્રાઈવેટ કોઈ વાહનોની કોઈ હેરફેર થતી બંધ થઈ જાય છે. જેના કારણે પાંચ ગામની જનતા હેરાન પરેશાન થઈ જાય છે. ક્યારેક તો દવાખાના માટે તાત્કાલિક સારવાર ન થવાને કારણે જે તે વ્યક્તિ મોતને પણ ભેટે છે માટે રાજુલા તાલુકા સદસ્ય જગુભાઈ ધાખડા, ઉચૈયા દ્વારા માર્ગ અને મકાન વિભાગ રાજુલાથી અમરેલીથી ગાંધીનગર જે-તે વિભાગીય ક્ષેત્રના સચીવોને તેમજ કાર્યપાલક ઈજનેરોને તેમજ સાંસદ નારણભાઈ, માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીથી લઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુધી આ ગંભીર બાબતની દરેક પુલો નાળા કોઝવે ઉંચા લેવા ધારદાર રજૂઆત કરી છે.