ધંધુકા પાલિકા તંત્ર દ્વારા વિજ બચાવના ઉદ્દેશથી નવી ટેકનોલોજીકલ એલઈડી સ્૭્રીટ લાઈટો પાલિકા વિસ્તારમાં ર૮૯૪ લગાવવા અંગે તંત્રએ ટેન્ડર પ્રક્રિયા બાદ રાયચુરા એનર્જી તલાલાની એજન્સીને વર્ક ઓર્ડર આપી કામગીરી સોંપવામાં આવેલ. ટેન્ડરમાં દર્શાવ્યા પ્રમાણેનો ચોકકસ પ્રકારની જાણીતી ૧૦ કંપનીઓમાંથી કોઈ એક કંપનીની સ્ટ્રીટ લાઈટ લગાડવા અંગેના સુચનો સામે રાયચુરા એનર્જી તલાલાની એજન્સીએ પ્રારંભિક તબકકેથી જ પાલિકાના જવાબદાર ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા અને પુર્વ પ્રમુખ ધીરૂ રાસમિયાની છત્રા છાયા નીચેજ એસેમબલી એલઈડી સ્ટ્રીટ લાઈટો લગાવી દીધી.
ધંધુકા નગરપાલિકા વિસ્તારમાં નવી એલઈડી સ્ટ્રીટ લાઈટો લાગાવવાની કામગીરી અંતર્ગત નગરના જ આર.ટી.આઈ. એકટિવિસ્ટ એવા મહમંદભાઈ દ્વારા એલઈડી સ્ટ્રીટ લાઈટો જાણીતી કોઈ કંપનીની નહીં હોવાથી અને લગાવવામાં આવતી એસેમ્બલ એલઈડી સ્ટ્રીટ લાઈટો હોવાનું પ્રથમ દ્રષ્ટિએ ધ્યાને આવતા પાલિકા તંત્ર પાસેથી આરટીઆઈ કરી. માહિતી મેળવી તો તંત્ર વાહકો દ્વારા અંદાજે ૯પ લાખ જેવું કૌભાંડ આચરાયું હોવાનું શંકા- કુશંકાઓ સેવાઈ રહી છે. આરટીઆઈમાં મળેલ માહિતી પ્રમાણે રાયચુરા એનર્જી તલાલાની એજન્સીએ એલઆઈડી સ્ટ્રીટ લાઈટ નંગ-૧ની ૩ર૦૦ રૂા. અને મજુર ખર્ચ સહિત ૩૩૦૦ રૂા. એક પોલ પર લગાવવામાં આવેલ. તદ્દઉપરાંત પોલ સાથે એલઈડી લગાવવા બેન્ડ કરેલ પાઈપનો ખર્ચ એક એલઈડી દિઠ ૪૮૦-૦૦ રૂા. તથા વાયરનો ખર્ચ એક નંગ એલ.ઈ.ડી. ફ૭ કરવા પ૬-૦૦ રૂા. ખર્ચ દર્શાવેલ છે. પરંતુ ઉપરોકત એજન્સીએ લગાવેલ નવી એલઈડી એસેમ્બલ છે. જેનું માર્કેટ વેલ્યુ ૮૦૦ થી ૯૦૦ રૂા.માં પ્રાપ્ત થવાનો અંદાજ છે. તો વળી જે-તે પોલ પર એલઈડી લગાવાઈ છે. ત્યાં અગાઉ ટયુબલાઈટ લગાવેલ હતી. તે જુનો વાયર તેમજ પાઈપ પણ જુની જ રાખવામાં આવેલ છે. જેની સીધી બચત કરી લેવાતા ૧પ.પ લાખનું કૌભાંડ આચર્યુ હોવાનો અંદાજ દેખાઈ આવે છે. જયારેન વી એલઆઈડી એસેમ્બલ સ્ટ્રીટ લાઈટનું બજાર વૈલ્યુ જોતા અંદાજે ૮૧ લાખ જેટલું કૌભાડ મળી કુલ ૯પ લાખનું અંદાજે કૌભાંડ થયાનું બહાર આવ્યું છે.