દાદાના જીનાલયની ૪૦મી સાલગીરીની ભાવભેર ઉજવણી કરાઈ હતી બે દિવસીય ધર્મોત્સવમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્ય થયા હતા.
આ પ્રસંગે મોહનલાલ કેશવલાલ બોટાદરાએ ૧૧૧ ગુણી અને અન્ય સભ્યોની થઈ પારેવાની માટે ૩૬૫ ગુણી જુવાર લખાવી જીવદયા માટે સંઘના સભ્યોએ ઉદાર હાથે સખાવત કરી હતી. ભંડારિયામાં ચાર જગ્યાએ પક્ષીઓને ચણદાનનું પ્રેરક કાર્ય થઈ રહ્યું છે.
ભંડારિયા શ્વે.મુ.પૂ.જૈન સંઘ, ભંડારિયા સ્થાનકવાસી જૈન સંઘ તથા નાગધણીબા અને સાણોદર શ્વે.મૂ. પૂ. જૈન સંઘના સંયુકત ક્રમે આ સાલગીરી મહોત્સવ આયોજીત કરાયો હતો.
જેમાં પ્રથમ દિવસે અઢાર અભિષેક કરવામાં આવેલ. રાત્રી ભાવના રાખવામાં આવેલ સાથે કુમારપાળ મહારાજાની આરતી, સમૂહ દિવડાની આરતી વિગેરે યોજાયેલ.
બીજા દિવસે ગામના મુખ્ય માર્ગ પર પ્રભુજીની શોભાયાત્રા ફરી હતી તથા બપોરે ૧૨.૩૯ના વિજય મુહુર્તમાં ધ્વજા રોહણ કરવામાં આવેલ.