(જી.એન.એસ)મુંબઈ,તા.૮
કર્ણાટકના ઓપનર દેવદત્ત પડિક્કલે વિજય હઝારે ટ્રોફીમાં પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા સતત ચોથી મેચમાં સદી મારી છે. તેણે કેરળ સામે દિલ્હીના પાલ્મ-છ સ્ટેડિયમમાં ૧૧૯ બોલમાં ૧૦ ફોર અને ૨ સિક્સની મદદથી ૧૦૧ રન કર્યા. પડિક્કલ ગઈ ૈંઁન્માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર વતી રમીને લાઈમલાઈટમાં આવ્યો હતો અને હવે ડોમેસ્ટિક વનડે ટૂર્નામેન્ટમાં અવિશ્વસનીય દેખાવ કરીને તે ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે.ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતાં કર્ણાટક માટે પડિક્કલ અને કપ્તાન આર. સમર્થે શાનદાર શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે ૪૩ ઓવરમાં ૨૪૯ રનની ભાગીદારી કરી હતી. પડિક્કલ ૪૩મી ઓવરમાં એન.પી. બસીલની બોલિંગમાં બોલ્ડ થયો હતો. જ્યારે સમર્થે ૧૫૮ બોલમાં ૨૨ ફોર અને ૩ સિક્સની મદદથી ૧૯૨ રન કર્યા હતા. બંનેની શાનદાર ઇનિંગ્સ થકી કર્ણાટકે ૫૦ ઓવરમાં ૩ વિકેટે ૩૩૮ રન બનાવ્યા.૨૦ વર્ષીય પડિક્કલે સતત ચોથી મેચમાં સદી મારી છે. તેણે આ પહેલાં ઓડિશા સામે ૧૫૨, કેરળ સામે ૧૨૬ અને રેલવે સામે ૧૪૫ રન કર્યા હતા. તેણે ટૂર્નામેન્ટની ૬ મેચમાં ૬૭૩ રન બનાવ્યા છે. પડિક્કલ પહેલાં ૨૦૧૫ના વર્લ્ડ કપમાં શ્રીલંકાના કુમાર સંગાકારાએ સતત ચાર મેચમાં સદી મારી હતી. જ્યારે સાઉથ આફ્રિકાના અલવીરો પીટરસને ૨૦૧૫-૧૬ મોમેન્ટમ વનડે કપમાં સતત ચાર મેચમાં સદી મારી હતી.
હજી સુધી કોઈએ પણ લિસ્ટ-છમાં સતત પાંચ મેચમાં સદી મારી નથી. પડિક્કલ પાસે આ રેકોર્ડ પોતાના નામે કરવાની તક છે.
Home Entertainment Sports વિજય હઝારે ટ્રોફીઃ પડિક્કલની સતત ચોથી મેચમાં સદી, વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તક