ગાંધીનગરમાં મરચા તેમજ મસાલાના સીઝનેબલ સ્ટોલ અન્ય શહેરની જેમ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ગઈ સાલ મરચામાં દળતી વખતે ભૂસુ ભેળવવાના અને ગેરરીતિના કેસ સામે આવ્યા બાદ ગાંધીનગરના વેપારીઓએ જાતે જ ગ્રાહકને ચેતવણીના બોર્ડ મુકી જાગૃત કરવાનો સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે જેથી ગ્રાહક મરચુ લેતી વખતે છેતરાય નહી.
જેનાથી નફાખોરી કરવા ખોટુ કરતાં અને ખાદ્ય પદાર્થમાં અન્યની ભેળવણી કરતાં વેપારીઓની પોલ ખુલી જવા પામી છે.