અર્શી ખાન, કે જે અગાઉ બિગ બોસ ૧૧નો ભાગ હતી તેને બિગ બોસની ૧૪મી સીઝનમાં ભાગ લીધા બાદ ફરીથી નામના મળી છે. તે ચેલેન્જર તરીકે બિગ બોસ ૧૪ના ઘરમાં ગઈ હતી અને સારું રમી હતી. અર્શી ખાનનું વર્ષોથી સેવેલુ સપનું સાચુ પડ્યું છે. તેણે હાલમાં જ તેના નવા ઘરની ઝલક ફેન્સને દેખાડી હતી. આ અંગે વાત કરતાં અર્શી ખાને કહ્યું કે, ’હું લાંબા સમયથી પ્રોપર્ટી લેવાનું વિચારી રહી હતી. મેં ૨૦૧૯માં તેનું બૂકિંગ કરાવ્યું હતું અને ૨૦૨૦માં કોરોના આવી ગયો. હું આર્થિક રીતે સદ્ધર ન હોવાથી તણાવમાં આવી ગઈ હતી. આ સિવાય મારી પાસે કામ પણ નહોતું તેથી પૈસા ક્યાંથી લાવીશ તેમ વિચારતી હતી. સદ્દભાગ્ય રીતે, મેં ફિલ્મો અને ઓટીટી પ્લેટફોર્મ પર કેટલાક શો કર્યા. બિગ બોસ ૧૪ તરફથી મોટી મદદ મળી. મુંબઈમાં સપનાનું ઘર ખરીદવા માટે મેં ખરેખર ઘણું જોખમ લીધું હતું. મને લાગે છે કે મારું સપનું ભગવાન અને મારા માતા-પિતાના આશીર્વાદથી પૂરું થયું છે. તે ભગવાન જ હતા, જેમણે મને આ વર્ષે બિગ બોસ કરવાનું પૂરતું ભાગ્ય આપ્યું.
મને યાદ છે કે ગયા વર્ષે પણ મારો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ દુર્ભાગ્ય રીતે ખતરો કે ખિલાડી થયું નહીં. તેથી, હવે હું ખુશ છું અને વધુ કામ કરવા તરફ જોઈ રહી છું. મેં ક્યારેય બિગ બોસ અથવા મીડિયા સમક્ષ મારી સમસ્યા તેમજ આર્થિક મુશ્કેલી વિશે વાત કરી નથી. હું માત્ર લોકોને હસાવવા માગુ છું અને જ્યારે તેઓ મને યાદ કરશે ત્યારે ઘણી ખુશી થશે. મારે ’બિચારી’ની છબી નથી જોઈતી. હું જીવનને માણવા ઈચ્છુ છું. તેવું નથી કે મારા જીવનમાં કોઈ તકલીફ નથી. મેં ઘણું જોયું છે, પરંતુ હું લડવાનું શીખી ગઈ છું’, તેમ એક્ટ્રેસે કહ્યું. અર્શી ખાને વધુમાં કહ્યું કે, ’મુંબઈમાં મારું પોતાનું ઘર હોય તેવું સપનું હતું. હું ભાડાના મકાનમાં રહેતી હતી. મેં ભોપાલમાં મારા માટે ફ્લેટ ખરીદ્યો છે અને ત્યાં ફાર્મ હાઉસ પણ છે. પરંતુ મુંબઈમાં ઘર લેવું એટલે ચંદ્ર પર ફ્લેટ લેવા સમાન. પરંતુ, હું મારા સપનાઓને જીવુ છું. ઈન્ડસ્ટ્રીમાં નામના મળ્યા બાદ દરેક એક્ટર પોતાનું ઘર લે છે.