ભાવનગરના જવાહર મેદાન ખાતે દિવ્યાંગો માટે સૌપ્રથમ વાર અનોખી ટ્રાયસિકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્યાંગો માટેની એક્રેસિલ લિ. દ્વારા ટ્રાયસિકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્રણ વિભાગમાં વેચવામાં આવી હતી જેમાં ૧૮ થી ૩૫ વયજુથના ભાઈઓ, ૩૫થી ઉપરના ભાઈઓ અને બહેનો માટે મેરેથોન યોજાઈ હતી. જેમાં ૧૫૦થી વધુ દિવ્યાંગો ભાગ લીધો હતો. દિવ્યાંગોને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી એક અનોખા અભિગમ સાથે એક ટ્રાઈસિકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવનગરમાં વિવિધ સ્પોટ્ર્સને પ્રોત્સાહન આપી રહેલા એક્રેસિલ લિ.ના એમડી ચિરાગ પારેખના મતે, સીએસઆર તળે ભાવનગર જિલ્લામાં અમારી કંપની અનેક કાર્યો કરી રહી છે. ભાવનગરનું ઋણ અદા કરવાની દિશામાં કાર્યરત છીએ. પોલોની રમતમાં ભાવનગરને નેશનલ કક્ષાએ સ્થાન અપાવનાર પારેખના મતે સ્પોટ્ર્સથી હકારાત્મક્તા ખીલે છે, અને તેના સતત આયોજનો ભાવનગરમાં થતા રહેવા જોઇએ.
આ ત્રણ કેટરીગરીમાં ટ્રાઇસીકલ મેરેથોનમાં પ્રથમ આવનાર ત્રણેય વિજેતાઓને એક્રેસિલ તરફથી ત્રણેયને મહાનુભાવોના હસ્તે ટુ વહીલર ઇનામ આપવામાં આવ્યું હતું અને બાકી વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા અને ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ઇનામો આપ્યા હતા.
આ મેરેથોનનાં પ્રસંગે મેયર કિર્તીબેન દાણીધરીયા, ડે.મેયર કુમારભાઈ શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન ધીરુભાઇ ધામેલિયા, શહેર ભાજપ પ્રમખુ રાજીવભાઇ, એક્રેસિલના ડાયરેક્ટર પ્રદીપસિંહ ગોહિલ, સિનિયર જીએમ મનીષભાઈ ઠકકર, જીએમ મિતેષભાઈ ઠકકર, પ્રદીપભાઈ ત્રિવેદી,નિશિતભાઈ અને સિધ્ધરાજસિંહ ઝાલા અને એક્રેસિલનો સ્ટાફે સારી જહેમત ઉઠાવી હતી, અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્રના ભાઈઓ-બહેનો સાથે જોડાયા હતા.