રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા અને અંધજન મંડળ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ખાતે ઉચ્ચ શિક્ષણ મેળવતા કુલ ૮૦ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને અસરકારક ઓનલાઈન શિક્ષણની સેવાઓ મળી રહે તેવા ઉમદા ઉદ્દેશથી ભાવનગરનાં નવા વરાયેલ મેયર કીર્તિબેન દાણીધારીયાની વિશેષ ઉપસ્થિતિમાં એન્ડ્રોઈડ મોબાઈલનું ૧ માસના ડેટાપ્લાન સાથે સીમકાર્ડ સહીત વિતરણ કરવામાં આવ્યું.આ પ્રસંગે મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને સંસ્થા પરિચય સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ ટી. સોનાણીએ આપ્યો હતો.સી.એસ.પ્રોજેકટની વિગતો બી.પી.એના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર નંદનીબેન રાવલે આપી હતી.ઉપસ્થિત મહેમાનોનું સંસ્થાના પદાધિકારીઓનું મોમેન્ટો આપી અભિવાદન કર્યું હતું.ત્યારબાદ મનોજભાઈ પંડ્યા અને હિન્તેન્દ્ર્ભાઈ સોલંકી, ભૂષણ પૂનાણી, નંદીનીબેન રાવલ અને કીર્તિબેન દાણીધરિયાના વરદહસ્તે મોબાઈલનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા દ્વારા બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન અમદાવાદના મહાનુભાવો ભૂષણ પુનાણી (જનરલ સેક્રેટરી બી.પી.એ)નું કીર્તિભાઈ શાહ, તારકભાઈ લુહાર (સેક્રેટરી) એન.એ.બી રાજ્યશાખાનું અનંતભાઈ કે. શાહ અને નંદીનીબેન રાવલ (સેક્રેટરી છ્ઝ્રમ્ અમદાવાદ)નું વૈશાલીબેન જોશીએ લાઈફ ટાઈમ અચિવમેન્ટ ઓનર અર્પણ કરી અભિવાદન કર્યું હતું.આ પ્રંસગે પ્રેરક હાજરી અને ઉદબોધન શશીભાઈ વાધર, કીર્તિભાઈ શાહ, મહેશભાઈ પાઠક, હર્ષકાંતભાઈ રખેશીયા, હસમુખભાઈ ધોરડા, કનુભાઈ પટેલ, પંકજભાઈ ત્રિવેદી આપ્યું હતું.અભારદર્શન તારકભાઈ લુહારે કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીતાબેન રૈયાએ કર્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા અને કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના કર્મવીરોએ જહેમત ઉઠાવી હતી.