જાવેદ ગીગાણી, તેમને મળેલ સર્ટિ ફિકેટ અને જે જગ્યા છે તેનો કંપની દ્વારા મોકલવામાં આવેલ નકશો છે.
ભાવનગર શાંતિલાલ શાહ કોલેજમાં મરીન ઇજનેરની ડીગ્રી હાંસલ કરનાર યુવક કહે છે, ૭૫૦ ડોલરમાં અમેરિકન કંપની પાસેથી આ જમીન ખરીદી છે. તળાજાના ગોપનાથ રોડ પર રહેતા અને અલંગ ખાતે ખાડો રાખી ઓઇલનો વેપાર કરતા યુવકે દાવો કર્યો છે કે પોતાએ ત્રણ દિવસ પહેલા અમેરિકન કંપની મારફત ચંદ્ર પર એક એકર જમીન રાખી છે. એક એકર જમીન રાખવા માટે લુનાર લેન્ડર્સ નામની કંપનીને ૭૫૦ ડોલર (૫૫૦૦૦/-) પિયા ચૂકવ્યા છે. જમીન ખરીદનાર જાવેદ ગીગાણી કહે છે કે સમાચાર માધ્યમ દ્વારા એવું જાણવા મળેલ કે અમેરિકાની લુનાર લેન્ડર્સ નામની કંપની દ્વારા ચંદ્ર પર જમીન ખરીદી શકાય છે. આથી ગુગલ પર સર્ચ કરતા એ કંપની વિશે માહિતી મળેલ અને મેઈલ દ્વારા ત્રણેક માસ માહિતીની આપ લે કરવામાં આવી હતી. ત્યારબાદ વિશ્ર્વાસ બેસતા જમીન ખરીદી છે.
ચંદ્ર પર જે જગ્યા ખરીદી છે તેંનું નામ સી ઓફ મસ્કવી એરિયાની જમીન છે. ચંદ્ર પર જવાનું એક સ્વપ્ન છે. કંપની દ્વારા જમણી ખરીદ્યાના દસ્તાવેજી પુરાવા પણ મેઈલના માધ્યમથી મોકલ્યા છે. ફિઝિકલી આવતા ત્રણેક માસ લાગશે તેમ જાવેદ ગીગાણીનું કહેવું છે. પોતાએ એ જમીનનું નામ કવિની લેન્ડર્સ રાખેલ છે. જાવેદે ભાવનગરની શાંતિલાલ શાહ એન્જીનયરિંગ કોલજમાંથી મરીન ઈજનેરની ડીગ્રી હાંસલ કરેલ છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, દરિયાઈ અને આકાશીમાં થતી ગતિવીધી જાણવાનો શોખ ધરાવતા હોય એ શોખ પૂરો કરવા માટે આ જમીન ખરીદી છે.