મનપામાં રહેમરાહે – ખાસ કિસ્સામાં સફાઈ કામદાર માટે નોકરી અપાશે

1152
gandhi542018-4.jpg

મહાનગર પાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં સફાઈ કામદારો માટે નોકરી અને રહેમરાહે નોકરી માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના નેતા શૈલેન્દ્રસિંહે નોકરી બાબતે ફાયર બ્રિગેડ સહિતના મનપાના તમામ કર્મચારીને આવરી લેવા માટે આગ્રહ રાખ્યો હતો. જેને સુચન ગણી હાલ નિયત કરેલ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં એક તબકકે મેયર અને વિરોધપક્ષના નેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. મેયર બહુમતીના જોરે વિરોધપક્ષની વાત સાંભળ્યા વગર મત પર મુકવાની પેરવી કરતાં કોંગ્રેસના સભ્યો રોંષે ભરાયા હતા અને તેમની પણ સંમત્તિ હોવા છતાં તેમની વાતને બીજા માટે ચડાવી દેવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે ત્યાર પછી ભાજપના જ કોર્પોરેટર કાર્તિક પટેલે આખી વાતનો ફોળ પાડી એજન્ડા બે નહી પણ ૩ પણ આવે છે. તેવું કહેતાં મામલો આગળ ચાલ્યો હતો. 
કોંગ્રેસે વયમર્યાદા કાઢી તમામ કર્મીઓ માટે રહેમરાહે નોકરીના નિયમો બનાવવાનો આગ્રહ રાખ્યો હતો. મનપા પોતાના નિયમો બતાવે તો વાંધો શું તેવો આગ્રહ રાખ્યો હતો. 
કોંગ્રેસના પીંકીબહેન આગામી ભરતીને લઈને ગઈ વખતની ભરતી પછી કોઈ જ વેઈટીંગ લીસ્ટ કે મેરીટ બહાર મુકાયુ ન હતું તે યાદ કરાવી આ વખતે પારદર્શક ભરતી અને પહેલા મેરીટ લીસ્ટ મુકાય પછી જ ભરતી થાય તેવો આગ્રહ રાખ્યો હતો. 
કોંગ્રેસના જીતુભાઈ રાયકાએ રોડના કામો પછી તેની આજુબાજુ રેતી નાંખવી ફરજીયાત છે જેથી રોડ મજબૂત બને પરંતુ છેલ્લા ૪ મહિનાથી ૧૦૦ ફોન અધિકારીને કરવા છતાં ગોકુળપુરાના રસ્તામાં તેમ થતું નથી તેવું જણાવ્યું હતું અને ટેન્ડરની શરતમાં આ છે કે કેમ ? કાંઈ ગોઠવણ નથી થઈ ને એવો આક્ષેપ કર્યો હતો. 
મનપાના કમિશનર ડી.એન. મોદીની બદલી થતાં તેમના કાર્યકાળ દરમિયાન થયેલા કામો- હકારાત્મક વિકાને લઈને સામાન્ય સભા બાદ તેમનો સત્કાર કરવામાં આવ્યો હતો અને ગાંધીનગરમાં તેમના સમયમાં થયેલા વિકાસના કામો બદલ બંન્ને પક્ષો તરફથી આભાર પ્રગટ કરી તેમની સરાહના કરવામાં આવી હતી. 

Previous articleગાંધીનગરમાં ગુજરાત રાજ્ય બિન-અનામત વર્ગોના આયોગની કચેરીનો પ્રારંભ
Next articleઅરબી સમુદ્રમાંથી શંકાસ્પદ પરશુરામ બોટ ઝડપી લેવાઈ