શહેરમાં રસ્તા ઉપરનો ડામર ઓગળ્યો,તંત્રની બેદરકારી સામે આવી

954

ભાવનગર શહેરના સર ટી હોસ્પિટલ, કાળાનાળા, જેલ રોડ પાસે અનેક મુખ્ય રસ્તાઓ પરના તાપને કારણે ડામર પીગળતો જોવા મળ્યો. તો ઉનાળાના પ્રારંભે ડામર ઓગળવા પાછળ નબળા કામને જવાબદાર માનવામાં આવે છે. જોકે અન્ય રસ્તા સામાન્ય જ છે. પરંતુ વધુ ગરમી પડી રહી હોય તેમ રસ્તા ઉપર પથરેલ ડામર ઓગળી રહ્યો છે. અને લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. રાહદારીઓ રસ્તા ઉપર ચાલી નથી શકતા. કારણકે ચાલવા જાય તો સ્લીપર ચોટી જાય છે અને રાહદારી પડતા પડતા રહી જાય છે. અન્ય ટુ વ્હિલર વાહનો પણ ધીમે ધીમે ચાલે છે તથા ટુ વ્હિલર પર બાળકો હોય તો પડવાનો ભય વધુ રહે છે.

Previous articleસંવેદના સોસાયટીની વિકલાંગોના પુનઃવસન માટે શાળા કોલેજમાં સંવેદના સોસાયટીની રચના કરાશે
Next articleજિ.પ.ના પ્રમુખ પદે બહુમતિથી ભરતસિંહ ગોહિલ ચૂંટાયા