મોટી પાણીયાળી કલસ્ટરની શાળામાં પ્રિ-ગુણોત્સવ નવતર પ્રયોગ કરાયો

967
bvn542018-1.jpg

પાલીતાણા તાલુકાની મોટી પાણીયાળી કલસ્ટરની તમામ પેટા શાળામાં સીઆરસી કો જયંતિભાઈ કે. ચૌહાણ દ્વારા તા.૪-૪-ર૦૧૮ને બુધવારના રોજ શાળા કક્ષાએ પ્રિ-ગુણોત્સવનું આયોજન કરવામાં આવેલ. આ પ્રિ-ગુણોત્સવમાં કુલ ૯ શાળા જેવી કે મોટી પાણીયાળી કે.વી. શાળા, માંડવડા ૧ પ્રા. શાળા, માંડવડા ર પ્રા. શાળા, અનિડા ડેમ પ્રા. શાળા, લાખાવાડ પ્રા. શાળા, ખોડીયારનગર પ્રા. શાળા, અનિડા ડેમ વાડી પ્રા. શાળા તથા મોટી પાણીયાળી વાડી પ્રા. શાળાના આશરે ૧૪૦૦ની સંખ્યામાં બાળકો તથા ૪ર શિક્ષકો અને ૯ શાળાના આચાર્યો પણ સમગ્ર કાર્યક્રમમાં જોડાયેલ. તમામ શાળામાં ધો. ર થી ૮ના તમામ બાળકોની વાંચન, ગણન તથા લેખનની ૧૦-૧૦ ગુણની કસોટી લેવામાં આવેલ. ત્યારબાદ ધો.૬ થી ૮ના તમામ બાળકોના સાક્ષરી વિષયો આધારીત ૧૦૦-૧૦૦ ગણની કસોટી લેવામાં આવેલ. જેમાં સાક્ષરી વિષયો જેવા કે ગુજરાતીના ર૦ ગુણ, ગણિતના વિષયના ર૦ ગુણ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના ૧પ ગુણ, સામાજિક વિજ્ઞાનના ૧પ ગુણ, અંગ્રેજી વિષયના ૧પ ગુણ હિન્દી વિષયના ૧૦ ગુણ અને સંસ્કૃત વિષયના ૦પ ગુણ લેખે કુલ ૧૦૦ ગુણની ઓએમઆર આધારીત કસોટી લેવામાં આવેલ.
આ સમગ્ર કાર્યક્રમમાં તાલુકાના વિવિધ અધિકારી હાજર રહે. જેમાં પાલીતાણા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જ્યોત્સનાબા જાડેજા વિશેષ હાજરી આપી હતી. તમામ શાળાની મુલાકાત લેવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન મોટી પાણીયાળી કલસ્ટરના સીઆરસી કો. ઓર્ડીનેટર ચૌહાણ જયંતિભાઈ કે તથા મોટી પાણીયાળી કે.વ. શાળાના આચાર્ય ભીમજીભાઈ વાળા દ્વારા કરવામાં આવેલ. ગુણોત્સવ પહેલા આ કાર્યક્રમ દરેક શાળામાં કરવામાં આવ્યો હોવાથી તમામ શિક્ષકોએ આ કાર્યક્રમનું ખૂબ જ ગંભીરતાથી અમલ કરેલ.

Previous articleરિલાયન્સ નેવલ કંપની સામે ર૦૦ કોન્ટ્રાક્ટરોની આત્મવિલોપનની ચિમકી
Next articleદક્ષિણામૂર્તિ વિનય મંદિરનું ગૌરવ