નર્મદા વિરોધી મેઘા પાટકરનો વિરોધ કરવાનાં બદલે કોંગ્રેસ દ્વારા તેને અભિનંદન આપી રહી છે અને ગુજરાત વિરોધી માનસીકતા છતી કરી રહી હોવાનાં આક્ષેપ સાથે આજે શહેર ભાજપ દ્વારા ઘોઘાગેટ ચોક ખાતે પૂતળાદહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને નર્મદા વિરોધીમાં સામે ભારે સુત્રોચ્ચાર કરાયા હતા આ કાર્યક્રમમાં ભાજપનાં આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.