સરકારી નર્સીંગ હોસ્ટેલની સુવિધાની માંગણી સાથે વિધાર્થીઓ દ્વારા આવેદન

465

ભાવનગર સરકારી નર્સીંગ કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ દ્વારા હોસ્ટેલમાં સુવિધાઓ આપવાની માંગણી સાથે ક્લેક્ટર કચેરીએ ધરણા કરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સરકારી નર્સીંગ કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને રહેવા માટે હોસટેલની સુવિધા નથી. હાલ વિધાર્થીઓ જે જગ્યાએ ભાડાના મકાનમાં રહે છે તે મકાનની હાલત ખુબ જ ખરાબ છે. તેથી ત્રણ ચાર દિવસમાં ખાલી કરવા માટે મહાપાલિકા દ્વારા નોટીસ મળેલ. જેથી વિધાર્થીઓ કોવિડ ૧૯ની ગંભીર પરિસ્થિતિમાં હોસ્પિટલમાં ફરજ બજાવતા હોવાથી આજુબાજુના વિસ્તારમાં કોઇપણ મકાન માલિક વિધાર્થીઓને મકાન ભાડે આપવા તૈયાર નથી. હાલના સમયમાં પણ વધતા જતા કોરોના કેસને કારણે કોઇ રૂમ આપવા તૈયાર નથી. આરોગ્ય વિભાગ ગાંધીનગર દ્વારા ગત તા. ૧૮ માર્ચના રોજ કોવિડ ૧૯ ઇમરજન્સી સેવામાં ફરજ બજાવવાનો લેટર જાહેર થયેલ હોય અને અમારી પાસે રહેવાની વ્યવસ્થા ન હોવાથી અમને રહેવાની વ્યવસ્થા કરી આપવાની માંગણી સાથે નર્સીંગ કોલેજના વિધાર્થીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેની કોલેજના પ્રિન્સીપાલ, ધારાસભ્યો, મેયર સહિતને નકલ મોકલવામાં આવી હતી.

Previous articleહજીરાથી દીવ વચ્ચે આજથી શરૂ કરાશે ક્રુઝ ફેસીલીટી
Next articleકોળીયાકના દરીયામાં ન્હાવા પડેલા બે યુવાનોના ડુબી જવાથી મોત : એક ગંભીર