ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઈ ભાવનગર કલેકટર દ્વારા મામલતદાર કચેરી જન સેવા કેન્દ્ર તા.૧૨/૪/૨૦૨૧ ને સોમવાર થી અનિશ્ચિત મુદત સુધી બંધ રહશે, તેમ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા જણાવ્યું છે. ભાવનગર શહેર અને જિલ્લામાં દિન પ્રતિદિન વધી રહેલા કોરોનાના કેસોને લઈ આ નિર્ણય કરવામાં આવ્યો છે, ભાવનગરમાં કોરોનાને નિયંત્રિત કરવા તકેદારીના ભાગરૂપે વાયરસનું સંક્રમણ અટકાવવા લોકોની ભીડ એકત્રિત ન થાય, તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે ભાવનગર શહેર અને જિલ્લાની મામલતદાર કચેરીઓમાં આવેલ જન સેવા કેન્દ્રોની કામગીરી તા.૧૨/૪/૨૦૨૧ ને સોમવારથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી જાહેર આરોગ્ય હિતને ધ્યાને લઇ બંધ કરવામાં આવે છે તેમ ભાવનગર કલેકટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું છે.