આજે જિલ્લામા ૯૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૪૮ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

539

ભાવનગર જિલ્લામા આજરોજ ૯૭ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૭,૮૦૯ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૪૧ પુરૂષ અને ૨૭ સ્ત્રી મળી કુલ ૬૮ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં મહુવા ખાતે ૩, તળાજા તાલુકાનાં ઝાંઝમેર ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના ગુંદી ગામ ખાતે ૨, ઉમરાળા ખાતે ૧, સિહોર ખાતે ૫, તળાજા તાલુકાનાં પીપરલા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ટીંબી ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૨, તળાજા તાલુકાના રોયલ ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, તળાજા તાલુકાના પીંગળી ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાનાં કાળાતળાવ ગામ ખાતે ૨, તળાજા ખાતે ૧, વલ્લભીપુર ખાતે ૧, ઉમરાળા તાલુકાના ઘરવાળા ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના ખાટડી ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના કમળેજ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના માલણકા ગામ ખાતે ૧ તેમજ ભાવનગર તાલુકાના ત્રબક ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૨૯ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૩૪ અને તાલુકાઓમાં ૧૪ કેસ મળી કુલ ૪૮ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.આમ જિલ્લામા નોંધાયેલા ૭,૮૦૯ કેસ પૈકી હાલ ૮૦૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા ૭૬ દર્દીઓનુ અવસાન થયેલ છે.

Previous articleકોરોનાના સંક્રમણને કારણે ભાવનગર જિલ્લામાં આવેલ સુપ્રસિધ્ધ બગદાણાધામ તથા મહુવા ભગુડા મોગલધામ બંધ
Next articleજામનગર : કોરોનાનાં દર્દીઓનો રાફડો ફાટ્યો, ખાટલા સાથે તબીબો પણ ખૂટી પડે એવી સ્થિતિ!