માધુરી-નોરાએ એકબીજાના સોન્ગ ઉપર ડાન્સ કર્યો

361

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ,તા.૧૫
માધુરી દીક્ષિતની કમાલની ડાન્સર છે, તે સૌ જાણે છે. તેથી જ તેને ડાન્સિંગ ડીવા પણ કહેવામાં આવે છે. તો નોરા ફતેહી પણ તેના કિલર ડાન્સ મૂવ્સ માટે પણ જાણીતી છે. તેવામાં જો માધુરી અને નોરા એકસાથે સ્ટેજ પર આવે તો ધમાલ મચી જાય. આવું જ કંઈક સિંગિંગ રિયાલિટી શો ડાન્સ દીવાને ૩ના સ્ટેજ પર થવાનું છે. નોરા ફતેહી ડાન્સ દીવાને ૩ની મહેમાન બનવાની છે, જેની જજ માધુરી દીક્ષિત છે. જ્યારે બંને સાથે આવ્યા તો ડાન્સ કરવાની તક જતી કરી નહીં. માધુરી, જે પોતે નોહા ફતેહીના ડાન્સિંગ સ્ટાઈલની ફેન છે, તે તો કેવી રીતે પાછળ રહે. માધુરી અને નોરા સાથે એકબીજાના સોન્ગ પર ડાન્સ કર્યો હતો. માધુરી દીક્ષિતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે નોરા ફતેહી સાથે પોતાના હિટ સોન્ગ ’મેરા પિયા ઘર આયા’ પર ડાન્સ કરી રહી છે. ફેન્સ આ વીડિયો જોઈને ક્રેઝી થયા છે અને બંનેના ડાન્સના વખાણ કરી રહ્યા છે. નોરા ફતેહીએ માધુરીની સાથે પોતાના સોન્ગ ’દિલબર દિલબર’ પર પણ ડાન્સ કર્યો . જેનો વીડિયો કલર્સ ટીવીએ પોતાના ઓફિશ્યલ ઈન્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં માધુરી પિંક અને સિલ્વર કલરના લહેંગા-ચોલીમાં જોવા મળી રહી છે. આ સિવાય તેણે મેચિંગ દુપટ્ટો પણ નાખ્યો છે. તો નોરા ફતેહી સિલ્વર કલરનો શિમરી ડ્રેસ પહેર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. બંને પોતાના આઉટફિટમાં સુંદર લાગી રહી છે.

Previous articleસર.ટી. હોસ્પિ.માં ય્ઁજી સાથે ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ : દર્દીઓએ રાહ જોવી નહીં પડે
Next articleભાવનગર તાપીબાઈ વિકાસગૃહ સંસ્થા ખાતે વૈદિક વૈજ્ઞાનિક યજ્ઞના મેડિસિનલ સ્મોક દ્વારા સેનેટાઈઝેશન કરવામાં આવ્યું