તળાજા તાલુકાનાં જસપરા-માંડવા ગામનાં આધેડે પોતાના પર દારૂનો ખોટો કેસ કર્યો હોવાના વિરોધમાં કલેકટરને આત્મ વિલોપનની ચીમકી આપી હતી આજરોજ આત્મવિલોપનની તૈયારી સાથે આવેલા આધેડને પોલીસે અટકાયત કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તળાજાના જસપરા માંડવા ગામે રહેતાં બાલાબાઈ નાગજીભાઈ ખરક ઉ.૪૫માં ઈગ્લીંશ દારૂનો ગુનો નોંધાયો હતો જે ખોટો કેસ તેના કુટુંબીજનોએ કરાવ્યો હોવાનું જણાવી જીલ્લા કલેકટરને આત્મવિલોપનની ચીમકી આપી આજરોજ બાલાભાઈ આત્મવિલોપનની તૈયારી સાથે કલેકટર ઓફીસે આવતા બંદોબસ્તમાં રહેલી પોલીસે બાલાભાઈ ખરકની અટકાયત કરી હતી.