ભાવનગર મહાપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરની અલગ-અલગ ૩ ડેરીઓમાં સર્ચ હાથ ધરી દૂધના સેમ્પલ મેળવી પરિક્ષણ અર્થે રાજકોટ મોકલવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ શહેરોમાં ચાલતી દૂધની ડેરીઓમાં તથા ચિલીંગ સેન્ટરોમાં એક સાથે કામગીરી હાથ ધરી દૂધના નમુનાઓ મેળવી પરીક્ષણની સુચનાઓ આપવામાં આવતા ભાવનગર મહાપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે ૩ ડેરીઓ પર પહોંચી દૂધના સેમ્પલ મેળવી લેબ પરિક્ષણ અર્થે રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા છે.
ત્રણ સ્થળો પરથી મેળવેલ દૂધ જેમાં જ્વેલ્સ સર્કલ ડેરી રોડ સ્થિત માહી ડેરી તથા કાળીયાબીડ વિસ્તારમાં આવેલ અમુલ ડેરીનો સમાવેશ થાય છે. છેલ્લા લાંબા સમયથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ મોટાપાયે વધ્યું છે.
જેમાં દૂધ જેવા આહારમાં વિશેષ ભેળસેળ થતું હોય આવા ગોરખધંધા આચરતા તત્વોને ઝેર કરવા સરકારે કડક સુચનાઓ આપતા તંત્ર હરકતમાં આવ્યું છે.