ગુજરાતી કોમેડી ફિલ્મ ફેરાફેરી હેરાફેરીના કલાકારોની ટીમ ફિલ્મ પ્રમોશન અર્થે ભાવનગરના મુલાકાતે આવ્યા હતા. જ્યાં મુખ્ય કલાકાર મનોજ જોશીએ પત્રકાર પરિષદ સંબોધી હતી.
રૂદ્ર મુવી ઈન્ટરનેશનલ તથા વ્રજ પ્રોડક્શનના બેનર હેઠળ ગુજરાતી કોમેડી ફિલ્મ ફેરાફેરી હેરાફેરીના પ્રમોશન અર્થે હિન્દી-ગુજરાતી ફિલ્મના પ્રખ્યાત આર્ટીસ્ટ ચાણક્ય ઉર્ફે ઈન્સ્પેક્ટર વાઘ માટે ફેઈમ મનોજ જોશી, બીઝલ જોશી, સોનીયા શાહ, સંજીવ જોટાંગીયા સહિતના કલાકારોનો કાફલો શહેરના શિવાલીક કોમ્પ્લેક્ષ સ્થિત સિનેમા હોલ ખાતે ફિલ્મનું પ્રમોશન અર્થે આવી પહોંચ્યા હતા. જ્યાં પત્રકાર પરિષદને સંબોધી હતી. આ ફિલ્મમાં ગુજરાતી લોકડાયરાના સાવજ એવા લેખક-હાસ્ય-સાહિત્યકાર તથા શિક્ષક સાંઈરામ દવે (પ્રશાંત દવે)એ ખૂબ સરસ અભિનયના ઓજસ પાથર્યા છે. આગામી ૧૩ એપ્રિલે પ્રસિધ્ધ થનાર ફિલ્મ સંબંધી માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ભાવનગર મહાપાલિકાના પૂર્વ મેયર મેહુલભાઈ વડોદરીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.