ભાવનગરમાં કોરોનાના કહેર વચ્ચે સતત બીજા વર્ષે રામનવમીની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરાઈ

209

ભાવનગરમાં કોરોનાના કહેર વચ્ચે સતત બીજા વર્ષે રામનવમીની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરાઈ છે. શહેરમાં ઠેરઠેર મંદિરોમાં આરતી, ઓનલાઈન દર્શન કરી સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મીઠાઈની દુકાનો પર શ્રીખંડ અને મઠાની ખરીદી ફિક્કી જોવા મળી હતી.આજે ભક્તોએ રામનવમી પર્વની ઘરબેઠા ઉજવણી કરી ભગવાન રામચંદ્રની જન્મતિથિ દર વર્ષે ભાવનગર શહેર-જિલ્લામાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી કોરોના મહામારીના રૂપે સમગ્ર વિશ્વમાં ઉત્પાત મચાવ્યો છે. આ મહામારીનો ભોગ બનેલા અસંખ્ય લોકો ગંભીર રીતે સંક્રમિત થઈને ટપોટપ મોતને ભેટી રહ્યાં છે. ત્યારે હાલમાં ચોમેર ભયાવહ માહોલ સર્જાયો છે. આવા સમયે આજે ભક્તો રામનવમી પર્વની ઘરબેઠા ઉજવણી કરી છે.લોકો આ મહામારીમાંથી હેમખેમ ઉગારવા દિનાનાથને પ્રાર્થના કરશે. શહેર અને જિલ્લામાં આવેલ મંદિરોમાં પૂજા અર્ચના સાથે તદ્દન સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવશે. શહેરમાં આવેલ તપસ્વી બાપુની વાડીએથી દર વર્ષે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવે છે. પરંતુ આ વખતે શોભાયાત્રા નહીં યોજાય જેની અગાઉથી જ ભક્તોને જાહેરાત કરી દેવામાં આવી છે.ભાવનગર શહેર અને જિલ્લામાં મોટા મંદિરો ખાતે કોરોના મહામારીને કારણે બંધ રાખવામાં આવ્યા હતા. અને નાના મંદિરો ખાતે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સાથે આરતી કરવામાં આવી હતી. અને મીઠાઈની દુકાનો પર આજે કોરોનાને લીધે ઘરાકી ફિક્કી જોવા મળી હતી. અને મોટાભાગના લોકોએ ઘરે જ રહીને રામનવમીની ઉજવણી કરી હતી

Previous articleરાજ્ય સરકાર દ્વારા ભાવનગર જિલ્લાને મળેલ ૧૦ સંજીવની રથને પ્રસ્થાન કરાવતાં શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે
Next articleખાનગી હોસ્પિટલોને કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે ચલાવવાની મંજૂરી આપવામાં આવી