ભાવનગર જિલ્લામા આજરોજ ૨૫૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૯,૯૮૮ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૮૮ પુરૂષ અને ૬૦ સ્ત્રી મળી કુલ ૧૪૮ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ઉમરાળા તાલુકાના ઉંજળવાવ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ઝાંઝમેર ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ ખાતે ૪, ઉમરાળા તાલુકાના ટીંબી ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના જાળીયા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના લીમડા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૫, ઉમરાળા તાલુકાના પરવાળા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના કોબડી ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના લાખણકા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના કાળાતળાવ ગામ ખાતે ૨, ઉમરાળા તાલુકાના દડવા ગામ ખાતે ૧, ઉમરાળા ખાતે ૬, ઉમરાળા તાલુકાના ધોળા જં. ગામ ખાતે ૩, ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના ખાંટડી ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના વાળુકડ(ઘો) ગામ ખાતે ૭, ઘોઘા તાલુકાના ભીકડા ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના જુના પાદર ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના બાડી ગામ ખાતે ૨, ભાવનગર તાલુકાના કમળેજ ગામ ખાતે ૨, ઘોઘા ખાતે ૪, ઘોઘા તાલુકાના તગડી ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના કોળીયાક ગામ ખાતે ૨, તળાજા ખાતે ૧, તળાજા તાલુકાના દેવલી ગામ ખાતે ૧, વલ્લભીપુર ખાતે ૧, તળાજા તાલુકાના બોરડા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના દિહોર ગામ ખાતે ૩, તળાજા તાલુકાના પીપરલા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ભદ્રાવળ ગામ ખાતે ૨, તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે ૨, તળાજા તાલુકાના હબુકવડ ગામ ખાતે ૨, ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૨, જેસર ખાતે ૫, મહુવા તાલુકાના નવા મોણપર ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧, મહુવા તાલુકાના બગદાણા ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના કુડા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, ઘોઘા તાલુકાના નેસવડ ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના ઘોઘા તાલુકાના લાખણકા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ઇંગોરાળા ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના રાજસ્થળી ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના બજુડ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પાદરગઢ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના દેવળીયા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના સરતાનપર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના રાજપરા નં.૨ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના શેલાવદર ગામ ખાતે ૧, તળાજા ખાતે ૧, ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૭, ભાવનગર તાલુકાના ગુંદી ગામ ખાતે ૧, સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે ૨, સિહોર તાલુકાના બોરડી ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ટાણા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના માંડવી ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના પીપળીયા ગામ ખાતે ૧ તેમજ વલ્લભીપુર તાલુકાના લુણધરા ગામ ખાતે ૨ મળી કુલ ૧૦૬ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા ત્રણ કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ તળાજા તાલુકાના બોરડા ગામ ખાતે રહેતા એક દર્દી, તળાજા તાલુકાના કઠવા ગામ ખાતે રહેતા એક દર્દી અને મહુવા તાલુકાના કંટાસર ગામ ખાતે રહેતા એક દર્દી મળી કુલ છ કોરોના પોઝિટિવ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૯૨ અને તાલુકાઓમાં ૪૨ કેસ મળી કુલ ૧૩૪ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૯,૯૮૮ કેસ પૈકી હાલ ૧,૮૪૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૯૮ દર્દીઓનુ અવસાન થયેલ છે.