ખુલ્લા ફાટક પરથી પસાર થઈ ચંદીગઢ-લખનઉ એક્સપ્રેસે ઘણા વાહનોના ફૂરચા ઉડ્યા, ૫ના મોત

244

(જી.એન.એસ.) ન્યુ દિલ્હી, તા.૨૨
ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં હુલાસનગરા રેલવેલ ક્રોસિંગ પર ગુરુવારની સવારે મોટી દૂર્ઘટના થઈ ગઈ. દૂર્ઘટનામાં પાંચ લોકોના મોત થઈ ગયા જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. દૂર્ઘટનાની સૂચના પર પહોંચેલી પોલિસે બધા શબોને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. વળી, ઘાયલોને ઈલાજ માટે હોસ્પિટલ ભરતી કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ દૂર્ઘટના ફાટક ખુલ્લુ હોવાના કારણે બની. અહીંથી પસાર થઈ રહેલ ચંદીગઢ-લખનઉ એક્સપ્રેસ ટ્રેને એક ટ્રક અને બે બાઈકને ટક્કર મારી દીધી. ઘટના બાદ ટ્રેન પણ પલટતા-પલટતા બચી. સમાચાર મુજબ કટરા પોલિસ સ્ટેશનના હુલાસનગર રેલવે ક્રોસિંગ પર તૈનાત ગેટમેન જિતેન્દ્ર યાદવને સવારે પાંચ વાગીને છ મિનિટે સૂચના મળી કે ત્રણ મિનિટ બાદ ત્યાંથી ચંદીગઢ-લખનઉ એક્સપ્રેસ પસાર થશે. એ સમયે ક્રોસિંગથી વાહનો પસાર થઈ રહ્યા હતા. પોતાના નક્કી સયમે ટ્રેન ત્યાં પહોંચી ગઈ પરંત ગેટમેન જિતેન્દ્ર ગેટ બંધ કરી શક્યો નહિ. ટ્રેન ચાલકે ઈમરજન્સી બ્રેક લગાવવાની કોશિશ કરી પરંતુ ત્યાં સુધી ટ્રેન ક્રોસિંગ પરથી પસાર થઈ રહેલ વાહનોને એક પછી એક ટક્કર મારીને થોડી દૂર જઈને અટકી.
ઘટના બાદ ત્યાં અફડા-તફડી મચી ગઈ. સૂચના પર પોલિસ અને આરપીએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ. આજુબાજુના ગામના લોકોની મદદથી વાહનોમાં ફસાયેલા લોકોને કાઢવાનુ શરૂ કરવામાં આવ્યુ. સીઓ તિલહર પરમાનંદ પાંડેયે જણાવ્યુ કે ૪ લોકોના શબ મળ્યા છે જેની ઓળખ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બે ઘાયલોમાંથી એકનુ ઈલાજ દરમિયાન મોત થઈ ગયુ. શાહજહાંપુરના ડીએમ ઈંદ્ર વિક્રમ સિંહે જણાવ્યુ કે ચંદીગઢથી લખનઉ જઈ રહેલી ટ્રેને એક ટ્રક, બાઈક અને ડીસીએમમાં ટક્કર મારી છે. આ દૂર્ઘટનામાં ટ્રક પર સવાર એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. દૂર્ઘટનામાં ઘાયલ એક વ્યક્તિનો ઈલાજ ચાલી રહ્યો છે. ટ્રેકને ક્લિયર કરાવવામાં આવી રહ્યો છે જેથી ટ્રેનોનુ સંચાલન સુચારુ રીતે થઈ શકે.

Previous articleબંગાળની ચૂંટણીમાં ૩ સ્થળે બોંબથી હુમલા, એકનું મોત
Next articleકોવિડ-૧૯ના સામના માટે કેન્દ્ર પાસે કોઈ પ્લાન છેઃ સુપ્રીમ કોર્ટ