રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામની જોલાપરી નદીનો જર્જરીત પુલ ચોમાસા સુધીમાં રીપેર નહીં થાય તો ગમે ત્યારે મોટી જાનહાની સર્જશે. ગામ લોકો તેમજ અમુલી બાબરીયાધાર, બાલાપર, મસુંદડા, માંડળ અને આમ અખેગઢ થી મહુવા સુધીના ભારેખમ વાહનોની ચોવીસ કલાક અવરજવર અને દરેક ગામોથી મહુવા કુંડલાના હાઈવે પર જવાનો માત્ર આ એક જ પુલ હોય અનેક વખત સરપંચ અનિલભાઈ દ્વારા તંત્રને રજૂઆત કરાઈ પણ અમારી રજૂઆતોનો આંધળુ બેરૂ અને જાડી ચામડી થઈ ગયેલ તંત્રના અધિકારીઓની આંખ ખોલવા ૪ ગામની જનતા રોડ પર આવી જશે ત્યારે તે ઉગ્ર આંદોલનની જવાબદારી તંત્રની રહેશે પણ આ રજૂઆત રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસને કરતા અમરેલી સુધી કડક ભાષામાં રજૂઆત કરેલ પણ હજુ કોઈ કાર્યવાહી ન થતા રાજુલા તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઈ લાડુમોર ગાંધીનગર ખાતે જે તે સચીવોને રૂબરૂ આ જોલાપરી નદીના જર્જરીત અને મહાકાય પુલની ધારદાર રજૂઆત કરેલ.